શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (09:28 IST)

Cindy Morgan Death: પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી સિન્ડી મોર્ગનનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Cindy Morgan Death
Cindy Morgan Death
Cindy Morgan Death - હોલીવુડની જાણીતી અભિનેત્રી સિન્ડી મોર્ગનનું નિધન થયું છે. અભિનેત્રીએ 69 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી. ફ્લોરિડામાં પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસે અભિનેત્રીના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે સિન્ડી મોર્ગનનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. મોર્ગન 'કૅડીશેક'માં લેસી અંડરૉલની ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી, જ્યાં તેણે ચેવી ચેઝ, બિલ મુરે અને રોડની ડેન્જરફિલ્ડની સાથે અભિનય કર્યો હતો.
 
ટીવી શોથી કરી હતી કરિયરની શરૂઆત 
કેડીશેક ઉપરાંત, સિન્ડી મોર્ગન ટ્રોન અને ફાલ્કન ક્રેસ્ટ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે પણ જાણીતી હતી. સિન્ડી મોર્ગન 80 અને 90 ના દાયકાની શરૂઆતમાં ઘણી ટીવી શ્રેણીઓમાં પણ જોવા મળી હતી, જેમાં 'બ્રિંગિંગ 'એમ બેક એલાઈવ', 'હવાઈયન હીટ', 'માસ્કરેડ', 'ધ ફોલ ગાય', 'ટફ કૂકીઝ', 'બેવરલી હિલ્સ બન્ટ્ઝ', 'ફાલ્કન ક્રેસ્ટ', 'મેટલોક', 'મેનક્યુસો', 'એફબીઆઈ', 'હન્ટર' અને 'ધ લેરી સેન્ડર્સ શો'.