રવિવાર, 28 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (09:01 IST)

સુધા ચંદ્રને પીએમ મોદીને કરી હતી અપીલ, એયરપોર્ટ પર થયેલ પરેશાની માટે CISFએ માંગી માફી

જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રનનો તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. સુધા ચંદ્રને કહ્યું હતું કે જ્યારે પણ તે એરપોર્ટ પર જાય છે ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેને તેના આર્ટિફિશિયલ લિંબ(Prosthetic Limb)ને દૂર કરવા માટે કહેવામાં આવે છે. સીઆઈએસએફને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે CISF એ આ અંગે ટ્વીટ કરીને માફી માંગી છે.
 
ટ્વીટમાં શુ લખ્યુ 
 
સીઆઈએસએફે એ ટ્વિટર પર લખ્યું, 'સુધા ચંદ્રનને અમારા કારણે થયેલી અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ. પ્રોટોકોલ મુજબ, સુરક્ષા તપાસ દરમિયાન પ્રોસ્થેટિક્સ દૂર કરવા પડે છે, તે પણ માત્ર અપવાદરૂપ સંજોગોમાં.
 
અન્ય એક ટ્વિટમાં સીઆઈએસએફે લખ્યું કે 'અમે તપાસ કરીશું કે મહિલા CISF ના કર્મચારીઓએ સુધા ચંદ્રનને પ્રોસ્થેટિક્સ દૂર કરવા માટે કેમ કહ્યું. અમે સુધા ચંદ્રનને ખાતરી આપવા માંગીએ છીએ કે અમારા તમામ કર્મચારીઓને પ્રોટોકોલ પર ફરીથી સંવેદનશીલ બનાવવામાં આવશે જેથી પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
 
સાથે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ન્યૂઝ એજન્સી ANI ને કહ્યું કે 'સુધા જી, મને જાણીને દુખ થયુ અને હું તમારી પાસે માફી માંગુ છું. આ દુઃખદ છે. કોઈએ પણ આમાંથી પસાર થવાનુ નથી.  હું પર્સનલી  આ મુદ્દાની તપાસ કરીશ અને તેને સુધારવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
 
સુધા ચંદ્રને શું કહ્યું હતુ 
 
વીડિયો રજુ કરતા સુધા ચંદ્રને કહ્યું હતું કે, 'ગુડ ઈવનિંગ, હું જે કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ વ્યક્તિગત નોંધ છે. હું આ મારી આ વાત અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કહેવા માંગુ છું. મારી આ અપીલ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને છે. હું સુધા ચંદ્રન, પ્રોફેશનલ ડાન્સર અને અભિનેત્રી છું. મેં કૃત્રિમ અંગો સાથે નૃત્ય કર્યું અને ઇતિહાસ રચ્યો અને મારા દેશને મારા પર ખૂબ ગર્વ છે પણ જ્યારે પણ હું હવાઈ યાત્રા પર જાઉં છું ત્યારે મને એરપોર્ટ પર રોકવામાં આવે છે.