શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 8 ઑક્ટોબર 2023 (11:38 IST)

નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો

Nusrat bharucha
Israel-Palestine War: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ હવે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
 
આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે અભિનેત્રીને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
 
નુસરત ભરૂચા ભારત પરત ફરી રહ્યા છે
ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી એકદમ સુરક્ષિત છે. તે ઈઝરાયેલથી બહાર નીકળવા માટે એરપોર્ટ વિસ્તારમાં પહોંચી ગઈ છે. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફ્લાઇટ દ્વારા ઇઝરાયેલ છોડીને પોતાના દેશ પરત ફરશે.