ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:24 IST)

અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલના ICUમાં ભરતી

મુંબઈ બોલીવુડ અભિનેતા દિલીપ કુમારને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં મંગળવારની બપોરે એડમિટ કરવામાં આવી છે. જ્યા ICU તેની સારવાર ચાલી રહી હતી. સૂચના મળી છે કે તેમણે મંગળવારે સવારે દિલીપ કુમારના જમણા પગમાં દુખાવો અને સોજાની ફરિયાદ થઈ હતી. 
 
રિપોર્ટસ મુજબ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યુ કે આમ તો તેમને હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લઈને આવવાના જ હતા. પણ પગમાં સોજાને કારણે તેમને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. 
 
હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવાર સાથે તેમના પર નજર રાખેલ છે અને તે પહેલાથી સારુ અનુભવ કરી રહ્યા છે. એટલુ જ નહી દિલીપ કુમારને શરદી અને ખાંસીની પણ ફરિયાદ છે. 
 
સાયરા બાનોએ કહ્યુ કે ઈંશા અલ્લાહ દિલીપ કુમાર જલ્દી સાજા થઈ જાય અને તેઓ 11 ડિસેમ્બરના રોજ તેમનો જનમદિવસ ઘરે જ ઉજવી શકે.  ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર ડિસેમ્બર મહિનામાં 94 વર્ષના થઈ જશે. 11 ડિસેમ્બરના રોજ તેમનો જનમદિવસ છે.