શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (14:51 IST)

ટાઈગર 3 માં સલમાન ખાન વિરુદ્દ વિલેન બનવા પર ઈમરાન હાશમીએ કર્યુ રિએક્ટ

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ સીરીઝ ટાઈગરમાં હવે વિલેન ઈમરાન હાશમી જોવા મળશે. આ સમાચાર સામે આવ્યા પછીથી જ સોશિયલ મીડિયાપર ઈમરાન હાશમી, ટાઈગર 3 અને સલમાન ખાન ટ્રેંડ થવા લાગ્યા હતા. આવામાં હવે પહેલીવાર ઈમરાન હાશમીએ ટાઈગર 3 ને લઈને વાત કરી છે. 
 
એક બોલીવુડ ચેનલ સાથે વાત કરતા ઈમરાન હાશમીએ કહ્યુ, 'મારી પાસે આ વિશે કહેવા માટે કશુ નથી. તમને તો બધુ પહેલાથી જ ખબર છે. તો હુ હવે આ અંગે ચૂપ રહેવા મનગીશ કારણ કે હુ તેના પર કંઈક અન્ય નથી કહી શકતો. જો કે ઈમરાન હાશમીએ ફિલ્મ કે પોતાના પાત્ર વિશે કશુ કહ્યુ નથી પણ એ વાત સ્વીકારી કે તે ટાઈગર 3 નો ભાગ છે. 
 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ટાઇગર સિરીઝ બે ભાગ રિલીઝ થઈ છે. 'એક થા ટાઇગર' શ્રેણીના પહેલા ભાગનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું. જ્યારે શ્રેણીના બીજા ભાગ 'ટાઇગર ઝિંદા હૈ' નું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યું હતું. ટાઇગર સિરીઝમાં સલમાન ખાન રો સિક્રેટ એજન્સીના એજન્ટ તરીકે  જોવા મળ્યા હતા. 
 
શ્રેણીમાં અત્યાર સુધી કેટરિના કૈફ સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. આ ફિલ્મમાં કેટરિના ઝોયાની ભૂમિકા કરે છે જે પાકિસ્તાની સિક્રેટ એજન્સીની એજન્ટ છે. એક તરફ આ ફિલ્મમાં જોરદાર એક્શન છે, તો બીજી તરફ સલમાન-કેટરિનાનો રોમાંસ પણ ચાહકોને ખૂબ પસંદ પડે છે. 

ઇમરાન અને સલમાનની ફિલ્મી કેરિયર વિશે વાત કરતાં ઇમરાને તાજેતરમાં જ ગીત લુટ ગયે વીડિયો રજૂ કર્યો છે. આ સિવાય ટૂંક સમયમાં તે ફિલ્મ ચેહરે અને મુંબઈ સાંગામાં જોવા મળશે. આ સિવાય સલમાન ખાનના ખાતામાં ટાઈગર 3 ઉપરાંત રાધે, યૌર મોસ્ટ વોન્ટેડ ભાઈ, કિક 2, અંતિમ, કભી ઈદ કભી દિવાલી ઉપરાંત ટાઇગર 3 નો સમાવેશ થાય છે.