શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (16:34 IST)

Farhan Shibani Wedding: ફરહાન-શિબાની દાંડેકર 21 ફેબ્રુઆરીએ કરશે કોર્ટ મેરેજ, પિતા જાવેદ અખ્તરે આપી માહિતી

બોલિવૂડ એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તર અને તેની ગર્લફ્રેન્ડ શિવાની દાંડેકરના લગ્નના સમાચાર છેલ્લા ઘણા અઠવાડિયાથી ચર્ચામાં છે. જોકે, હવે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફરહાનના પિતા અને દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે તેમના લગ્નની પુષ્ટિ કરી છે. જાવેદ અખ્તરે કહ્યું કે, ફરહાન અને શિબાની 21 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ કરશે.
 
જાવેદ અખ્તરે કહ્યું- કોર્ટ મેરેજ પછી એક પ્રાઈવેટ ફંક્શન થશે જેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ થશે. વેડિંગ પ્લાનર્સ લગ્નની તમામ તૈયારીઓ કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેને મોટા પાયે ઉજવી શકીએ નહીં. અમે આમાં માત્ર થોડા નજીકના લોકોને જ બોલાવ્યા છે.  આ એક ખાનગી કાર્યક્રમ હશે. વેલ હજુ સુધી આમંત્રણો પણ મોકલવામાં આવ્યા નથી
 
પ્રખ્યાત લેખકે તેની ભાવિ પુત્રવધૂ શિબાનીને પ્રેમભર્યો સંદેશ આપતા કહ્યું કે, "શિબાની ખૂબ જ સરસ છોકરી છે અને તે અમને બધાને ખૂબ પસંદ છે. આ સંબંધની સૌથી મહત્વની અને મજબૂત વાત એ છે કે ફરહાન અને તેની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. 
 
આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફરહાન અને શિબાની ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કરશે અને એપ્રિલમાં ભવ્ય લગ્ન કરશે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે હવે આ  બી-ટાઉન  કપલે સાદગી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ કપલ તેમના લગ્નમાં સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડા પહેરશે પરંતુ તેને હાલ ખાનગી રાખવામાં આવી રહ્યા છે.