મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (12:11 IST)

વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખને મળવા આવેલા એક ચાહકનું ધક્કામુક્કીમાં મોત, ક્રિકેટર પઠાણ બંધુઓ પણ અટવાયાં

શાહરૂખ ખાનની કથિત વિવાદિત ફિલ્મ રઈસ આવતી કાલે રિલીઝ થઈ રહી છે. તેના પ્રમોશન માટે તે સોમવારે વડોદરા પહોંચ્યો હતો. સોમવારે રાત્રે અગસ્તક્રાંતિ રાજધાની ટ્રેનમાં ફિલ્મના પ્રચાર માટે જઇ રહેલા બોલિવૂડ સુપર સ્ટાર શાહરુખખાનને મળવા માટે ઈન્ડિઅન ક્રિકેટર બંધુ ઇરફાન અને યુસુફ પઠાણ પણ પહોંચ્યા હતા. તેઓ વહેલા આવી ગયા હોવાથી તેમને 1 કલાક સુધી આરપીએફ ઓફિસમાં રખાયા હતા જેથી લોકોની નજરથી બચી શકે. ટ્રેઇન આવી ત્યારે બંનેને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટ્રેનના કોચમાં લઇ જવાયા હતા. ફિલ્મના પ્રમોશન માટે ટ્રેનમાં નિકળેલા શાહરુખ ખાનને નિહાળવા માટે હજારો લોકો વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી પડતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભારે ધક્કામુક્કી થતાં ગૂંગળાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. શાહરૂખ ખાને તેના ચાહકના મોતના પગલે દુઃખ વ્યક્ત કર્યું હતુ. શાહરૂખ સાથે અન્ય ફિલ્મી હસ્તીઓએ પણ ટ્રેનમાં મુસાફરી કરી હતી. 

આગામી શુક્રવારે રિલીઝ થઇ રહેલી ફિલ્મ રઇશના પ્રમોશન માટે શાહરૃખખાને તદ્દન નવો ફંડા અપનાવ્યો છે. શાહરૃખે ફિલ્મના પ્રમોશન માટે અંગસ્તક્રાંતિ ટ્રેન મારફતે મુંબઇ સેન્ટ્રલથી દિલ્હી જઇનું પસંદ કરી ટ્રેન જે જે સ્ટેશન પર ઊભી રહે તે તે સ્ટેશન પર ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. શાહરૃખની સાથે ફિલ્મના અન્ય કલાકારો તથા રઇશ ફિલ્મના ડિરેક્ટર પણ આ જ ટ્રેનમાં દિલ્હી જઇ ગયા હતા. ત્યારે સુરત સ્ટેશન પર શાહરૃખખાને ટ્રેનના દરવાજા પર ઊભા રહીને ફિલ્મનું પ્રમોશન કરવાની સાથે ફેન્સનું અંભિવાદન ઝિલ્યું હતું. પરંતુ વડોદરા આવતા મામલો બિચક્યો હતો. શાહરૂખને જોવા ઉમટી પડેલી ભીડને કાબૂ કરવા પોલીસને લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. જોકે ભારે ભીડમાં શાહરૂખના એક ચાહકનું મોત નિપજ્યું છે.

વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. જેને પગલે લોકોમાં ધક્કામુક્કી પણ થઈ હતી. આ ધક્કામુક્કીમાં વડોદરાના પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર્તા ફરીદ ખાનનું મોત થયું હતું. ભીડમાં ગભરામણથી તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. ફરીદ ખાન શાહરૂખની એક ઝલક જોવા આવ્યો હતો.વડોદરા રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ શાહરૂખ ખાન તેના ફેનના મોતના સમાચાર મળ્યા હોય તેવું લાગ્યું ન હતું. પોતાના ચાહકના મોતથી શાહરૂખ અજાણ હોવાનું જણાઈ આવ્યું હતું. કારણ કે વડોદરા સ્ટેશનથી નીકળ્યા બાદ તેણે ટ્વિટર પર ”Don’t stop just yet. Thank u” એવી ટ્વિટ કરી હતી.સુરત બાદ ભરૂચ રેલવે સ્ટેશનથી સની લિયોની પણ શાહરૂખ સાથે રઈશના પ્રમોશનમાં જોડાઈ હતી. ચાહકોને રેલવે સ્ટેશન પર સની લિયોની પણ જોવા મળતા તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. પરંતુ ટ્રેન વડોદરા પહોંચતા જ ભારે અફરાતફરી મચી હતી. ટ્રેન વડોદરા પહોંચતા જ સ્ટાર્સને જોવા માટે લોકોની પડાપડી થઈ હતી. 


બીજી તરફ વધેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જોકે, સ્ટેશન પર બે લોકોના ઘાયલ થવાના સમાચાર મળ્યાં છે. ભીડના કારણે ગૂંગળામણથી બે લોકો બેહોશ થયા હતા. વડોદરા આવેલા શાહરૂખ ખાનને મળવા ક્રિકેટર બંધુ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ આવી પહોંચ્યા હતા. બંને શાહરૂખને મળવા ટ્રેનમાં ગયા હતા.યારબાદ શાહરૃખે ટ્રેનના દરવાજે ઊભા રહીને ફેન્સનું અભિવાદન ઝિલ્યું હતું. પાંચથી સાત મિનિટ સુધી ટ્રેન સ્ટેશન પર થોભી ત્યાં સુધી શાહરૃખ ટ્રેનના દરવાજે ઊભો રહ્યો હતો. તેમજ ફેન્સને પોતાની ઓટોગ્રાફ્ટવાળા ફૂટબોલ અને ટીશર્ટ આપ્યા હતા.