મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (19:32 IST)

શિલ્પા શેટ્ટીના ઘરે પઘાર્યા ગણેશજી

ગણેશોત્સવને બોલિવુડ સેલેબ્સ ધામધૂમથી ઉજવે છે અને હવે તહેવાર નજીક આવી ગયો છે ત્યારે સેલેબ્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગના બોલીવુડ કલાકારો ગણપતિના એક બે દિવસ પહેલા જ ગણેશજીની મૂર્તિ લઈને આવે છે જેથી ગણેશચતુર્થીના દિવસે ભીડની સમસ્યાથી બચી શકાય 
 
 ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી આ વખતે પણ પોતાના ઘરે ગણપતિજીને લઈ આવી છે. શિલ્પા શેટ્ટીનો પરિવાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમ છતાં તેણે પરંપરા તોડી નથી. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જેલમાં બંધ છે તેમ છતાં શિલ્પાએ ઉલ્લાસથી પોતાના ઘરે વિઘ્નહર્તાનું સ્વાગત કર્યું છે.
 
10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે ત્યારે શિલ્પા શેટ્ટી લાલબાગ વર્કશોપમાં ગણેશજીની મૂર્તિ લેવા આવી હતી. શિલ્પા શેટ્ટી સિમ્પલ આઉટફિટમાં પણ સુંદર લાગતી હતી. બાપ્પાને ઘરે લઈ જવા આવેલી શિલ્પાના ચહેરા પર સ્માઈલ હતી અને તેણે ગણપતિજીની મૂર્તિ સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.