ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , રવિવાર, 2 સપ્ટેમ્બર 2018 (14:36 IST)

'ગોલ્ડ' એ રચ્યો ઈતિહાસ, સઉદી અરબમાં રજુ થનારી પ્રથમ બોલીવુડ ફિલ્મ બની

બોલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ' બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી રહી છે. અક્ષય કુમારની ફિલ્મએ 100 કરોડ ક્લબમાં એંટ્રી કરી લીધી છે. અક્ષયની ફિલ્મને ક્રિટિક્સે ખૂબ પસંદ કરી. હવે ગોલ્ડના નામે એક વધુ ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. અક્ષયની ફિલ્મ સઉદી અરબમાં રજુ થનારી પ્રથમ બોલીવુડ મૂવી બની ગઈ છે. આ વાતની માહિતી અક્ષયે પોતે પોતાના ટ્વિટર એકાઉંટ દ્વારા આપી છે. 
 
તેમણે લખ્યુ - ભારતે પહેલા ગોલ્ડ મેડલ જીતવાની સ્ટોરીને પહેલીવાર સઉદી અરબમાં બતાવાશે.  મને આ શેયર કરતા ખુશી છે કે ગોલ્ડ કિંગડમ ઓફ સઉદી અરબમાં રજુ થનારી પ્રથમ બોલીવુડ મૂવી છે જે સિનેમાઘરોમાં આજથી બતાવાશે.  આ ફિલ્મ 30 ઓગસ્ટના રોજ સઉદી અરબમાં રજુ થઈ ચુકી છે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં મૉની રોય, કુણાલ કપૂર, અમિત સાધ, વિનીત કુમાર સિંહ, સની દેઓલ સની કૌશલ અને નિકિતા દત્તા જેવા કલાકાર જોવા મળશે.  ફિલ્મ આઝાદ ભારતને હોકીમાં મળેલ પ્રથમ ગોલ્ડ મેડલ પર આધારિત છે.