એશિયન ગેમ્સ 2018 - 16 વર્ષીય સૌરભે જીત્યો ગોલ્ડ, અભિષેકને બ્રોન્ઝ મેડલ

Last Modified મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (11:14 IST)
18મી એશિયાઈ રમતના ત્રીજા દિવસે ભારતને નિશાનેબાજીમાં બે વધુ પદક મળ્યા છે. સૌરભ ચૌધરી અને અભિષેક વર્માએ પુરૂષોના 10 મીટર પિસ્ટલ ઈવેંટમાં ભારત માટે આ પદક મેળવ્યુ છે. સૌરભે ગોલ્ડ અને અભિષેક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મંગળવારે રમાયેલ આ ઈવેંટમાં સૌરભે 240.7 અંક મેળવતા એશિયન ગેમ્સનો નવો રેકોર્ડ પણ બનાવ્યો.
sairanj chadhary
આ સિવાય આ સ્પર્ધામાં એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક જીત્યો છે. સૌરભે એશિયાઇ રમતમાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતા કુલ 240.7 અંક મેળવ્યા અને સોનું જીત્યો. અભિષેકે ફાઇનલમાં શીર્ષ 3માં સ્થાન બનાવ્યુપ અને અંતમાં કુલ 219.3 અંક સાખે ત્રીજુ સ્થાન મેળવીને કાંસ્યપદક જીત્યો.


આ પણ વાંચો :