મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (11:24 IST)

Box office Collection - કમાણી મામલે સત્યમેવ જયતે થઈ પાછળ, ખેલાડી કુમારે મારી બાજી

અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ ગોલ્ડ ગઈકાલે સ્વતંત્રતા દિવસના અવસર પર રજુ થઈ છે. દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત થવાને કારણે આ ફિલ્મની ધમાકેદાર ઓપનિંગ મળી છે. અક્ષય કુમાર સ્ટાર ગોલ્ડ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ગોલ્ડની કમાણીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી બાજુ આ દિવસે જૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રંગ ન જમાવી શકી. કમાણી મામલે ખેલાડી અક્ષય કુમારે બાજી મારી લીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે ગોલ્ડ હોકી કોચ બલબીર સિંહના જીવન પર આધારિત છે. જેમણે આઝાદી પછી ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે.  એક્ટ્ર્સ મૌની રોય ફિલ્મમાં અક્ષય કુમારની પ્રેમિકાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં સ્ટોરી અને અભિયનને લઈને ફિલ્મ ક્રિટિક્સ અને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.  આ ફિલ્મની કમાણીને લઈને ટ્રેડ પંડિતોએ અનુમાન લગાવ્યુ હતુ કે આ ફિલ્મ 5 દિવસમાં 80 કરોડની કમાણીનો આકડો પાર કરી લેશે. ફિલ્મ ગોલ્ડની પહેલા દિવસની કમાણી અનુમાન પર ખરી ઉતરી છે.