શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (12:47 IST)

VIDEO: એક્ટિંગના મામલે પિતા શાહરૂખથી કમ નથી સુહાના

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની એક્ટિંગના તો લાખો દિવાના છે પણ જો તમે તેની પુત્રી સુહાના ખાનની એક્ટિંગ જોશો તો તમે શાહરૂખથી વધુ સુહાનાના ફેન થઈ જશે. ઉલ્લેખનીય છે કે સુહાનાની એક પ્લે દરમિયાન વીડિયો સામે આવ્યો છે. જેમા તે સિન્ડ્રેલા બની છે.  આ વીડિયોમાં પ્લે દરમિયાન સુહાનાની એક્ટિંગને જોઈ તમે ખુદ શૌક થઈ જશો. કારણ કે તે એક કલાકારની જેમ જ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. તેનો અવાજ અને તેનો કૉન્ફિડેંસ સૌને હેરાન કરી દેશે. 
 
ઉલ્લેખનીય છે કે એકવાર શાહરૂખે કહ્યુ હતુ કે જો સુહાના ક્યારેય બોલીવુડમાં આવવા માંગશે તો તેમને ખુશી થશે. શાહરૂખે કહ્યુ હતુ,  લોકોને લાગે છે કે આ ઈંડસ્ટ્રી છોકરીઓ માટે સુરક્ષિત નથી. પણ મને લાગે છે કે આ ઈંડસ્ટ્રી ખૂબ સારી છે અને મારી ઈચ્છા છે કે મારી પુત્રી પણ આ ઈંડસ્ટ્રી સાથે જોડાય. 
 
હવે સુહાના શુ કરશે એ તો એ જ જાણે, પણ તેની એક્ટિંગને જોઈને એ સ્પષ્ટ જાણ થાય છે કે જો તે આ ઈંડસ્ટ્રીમાં આવે છે તો તે કમાલ જ કરી દેશે.