શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઇઃ , શનિવાર, 13 મે 2017 (09:44 IST)

રજનીકાંતને મુંબઇના ડોન રહેલા હાજી મસ્તાનના પુત્ર સુંદર શેખર તરફથી મોતની મળી ધમકી

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મુંબઇના ડોન રહેલા હાજી મસ્તાનના દતક પુત્ર સુંદર શેખર તરફથી મોતની ધમકી મળી છે. સુંદર શેખરે કહ્યું હતું કે, હાજી મસ્તાન ઉપર ફિલ્મ બનાવી રહ્યા હોય તો ઠીક છે પરંતુ જો તેમણે હાજી મસ્તાનને નકારાત્મક ભૂમિકામાં બતાવ્યા તો તે રજનીકાંતને છોડશે નહીં.
 
સુંદરે એક નોટિસ મોકલીને રજનીકાંત સુધી આ સંદેશ પહોચાડ્યો છે m  હાલમાં એક ખબર આવી છે કે, પોતાને હાજી મસ્તાનનો દત્તક લીધેલ પુત્ર બતાવનાર સુન્દર શેખર નામના વ્યક્તિએ ફિલ્મને લઇ રજનીકાન્તને ધમકી આપી છે. શેખરે રજનીકાન્તને આપેલ નોટિસમાં કહ્યું છે કે, તે હાજી મસ્તાનને પોતાની ફિલ્મમાં સ્મગ્લર કે ડોન તરીકે દેખાડવાની ભૂલ ના કરે. આ ધમકીવાળા વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, મિસ્ટર રજનીકાન્ત, આ એક સારી વાત છે કે તમે હાજી મસ્તાન મિર્જા પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ યાદ રાખશો કે, જો હાજી મસ્તાનની છબીને તમે પોતાની આવનારી ફિલ્મમાં વિલન તરીકે બતાવવામાં આવી તો તમારે અને તમારી ટીમને તેની ભરપાઇ કરવી પડશે. અમારી પાર્ટીનાં લોકો પછી તમને છોડશે નહી અને પછી તેઓ તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી દેશે.
 
શેખરે પોતાની ધમકીમાં એમ પણ જણાવ્યુ છે કે,”તેમને એક સ્મગ્લર અને અંડરવર્લ્ડનાં રૂપમાં પેશ કરવા આપણા માટે એક અપમાનજનક હશે અને તે અમને જરા પણ પસંદ નથી. તેમને સ્મગ્લિંગ અને અંડરવર્લ્ડ એક્ટિવિટી માટે કોઇ પણ કોર્ટે તરફથી દોષિ ઠેરવવામાં આવ્યા નથી.”