હેપી બર્થડે અક્ષય કુમાર - અક્ષય કુમારના પ્રેમમાં પાગલ હતી રેખા !!

Last Modified મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (15:24 IST)

તમને અક્ષય કુમાર વિશે આ સત્ય નહી ખબર હોય કે એક સમયે રેખા પણ તેમના પ્રેમમાં પાગલ રહી ચુકી છે. ટીઓઆઈ મુજબ ત્યારે રવીના ટંડને અક્ષય અને રેખા વચ્ચે અંતર બનાવ્યુ હતુ.

હવે તમે વિચારી રહ્યા હશો કે કેમ?
આ પહેલા તમને બતાવી દઈએ કે આજે મતલબ 9 સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમારનો જન્મ થયો હતો. તેઓ આજે 46 વર્ષના થઈ ચુક્યા છે.

અક્ષયે જે મુકામ આજે મેળવ્યો છે તે ફક્ત પોતાના દમ પર જ મેળવ્યો છે. અક્ષય કુમારનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા.

અક્ષય શરૂઆતથી જ અને કરાટેની અન્ય વિધિયોમાં પારંગત થવા માંગતા હતા. આ માટે તે દિલ્હી પણ ગયા. માર્શલ આર્ટ સીખવા માટે તેઓ બેંગકોંક પણ પહોંચી ગયા.

ત્યા તેમણે જીવન ગુજારવા થોડો સમય વેટરનુ પણ કામ કર્યુ. ત્યારે તેમણે કોઈએ મોડેલિંગમાં પોતાનુ નસીબ અજમાવવાની સલાહ આપી.
સલાહ માનીને તેઓ એક જાહેરાતના શૂટિંગ માટે જઈ રહ્યા હતા કે તેમની ફ્લાઈટ છૂટી ગઈ.
ફ્લાઈટ મિસ થઈ અને અક્ષયની બોલીવુડમાં એંટ્રી થઈ ગઈ.
તેમને દીદાર ફિલ્મમાં લીડ રોલ મળી ગયો. આ પહેલા આપણે વાત કરી રહ્યા હતા અક્ષયના અફેયર્સની..

અક્ષય પ્રત્યે રેખાની દીવાનગી.. - અક્ષય કુમારે રેખા સાથે ઈંટરનેશનલ ખેલાડી ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં રવીના ટંડન પણ હતી. આ ફિલ્મથી જ અક્ષય અને રવીના ટંડનની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

રવીના અને અક્ષય પોતાની રિલેશનશિપ પ્રત્યે ગંભીર હતા. ત્યારે રેખા અને અક્ષયની નિકટતા વધતી જઈ રહી હતી.
પાણી જ્યારે ગળા સુધી આવી ગયુ તો રવીના ટંડને જાતે જ રેખાને અક્ષય કુમારથી દૂર રહેવાની સલાહ આપી દીધી હતી.
તો રવીના ટંડન બનતી અક્ષયની પત્ની - રવીના ટંડન અને અક્ષય કુમારની વચ્ચે પ્રેમ સંબંધ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. આ ત્રણ વર્ષમાં બંનેના સંબંધોમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા અને તે પણ ફક્ત અક્ષય કુમારને કારણે જ્.

ત્યારે અક્ષયની આદતોને કારણે રવીનાએ તેની સાથેના સંબંધોનો અંત લાવવાનુ નક્કી કરી લીધુ હતુ. રવીનાએ અક્ષય સાથે બ્રેકઅપ પછી કહ્યુ હતુ કે તેની સાથેના રિલેશન દરમિયાન જ અક્ષય એ સમયે બે વધુ અભિનેત્રીઓ સાથે એંગેજ્ડ હતો.

આયેશા જુલ્કા પણ હતી અક્કી કુમારની દિવાની
-
અક્ષય કુમાર ખેલાડી શીર્ષક સાથે જોડાયેલ આઠ ફિલ્મો કરી ચુક્યા છે. પહેલી હિલ્મ તેમણે ખેલાડી કરી હતી. તેમા તેની સાથે અભિનેત્રી આયેશા જુલ્કાએ પણ કામ કર્યુ હતુ.
રીલ લાઈફમાં રોમાંસ કરતા કરતા આયેશા જુલ્કા અને અક્ષય કુમાર રીયલ લાઈફમાં એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. પણ બંને સ્ટાર વચ્ચે સંબંધો વધુ ટકી શક્યા નહી.

શિલ્પા શેટ્ટીનુ પણ દિલ તોડી ચુક્યા છે અક્ષય - લગ્ન પહેલા અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી સાથે પ્રેમ સંબંધમાં હતા. ચોંકાવનારી વાત એ છે કે એ સમયે અક્ષય કુમાર રાજેશ ખન્નાની પુત્રી અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને પણ ડેટ કરી રહ્યા હતા.
ટ્વિંકલ ખન્ના અને શિલ્પા શેટ્ટી એકબીજાની ઘણી સારી મિત્ર હતી. શિલ્પા શેટ્ટીને જ્યારે અક્ષય કુમારના ટ્વિંકલ સાથેના સંબંધો વિશેની જાણ થઈ તો તેણે અક્ષય કુમારને પોતાની જીંદગીમાંથી કાઢી નાખ્યો.

લગ્ન પછી પણ ન સુધર્યા અક્ષય - શિલ્પા શેટ્ટી સાથે બ્રેકઅપ થયા પછી અક્ષય કુમારે ટ્વિંલલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તેઓ બે બાળકોના પિતા બનવા છતા પણ પોતાની અંદર બદલાવ ન લાવી શક્યા.

ચર્ચા જોરો પર હતી કે લગ્ન પછી પણ અક્ષય કુમાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાને મળતા રહ્યા હતા. ટ્વિંકલે અક્ષયને પ્રિયંકાની સાથે કોઈ ફિલ્મ ન કરવાની સલાહ પણ આપી હતી.આ પણ વાંચો :