શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2020 (16:24 IST)

HBD Madhuri = સલમાન ખાનથી વધુ ફી લેવાનો મોહિનીએ બનાવ્યો હતો રેકોર્ડ, જાણો માધુરી વિશે 10 રસપ્રદ વાતો

લોકપ્રિય હિન્દી સિનેમા અભિનેત્રી માધુરી દીક્ષિત તેની અદ્વિતીય સુંદરતા અને શાનદાર અભિનય માટે જાણીતી છે. લગભગ ત્રણ દાયકાની તેમની ફિલ્મી કારકીર્દિમાં, તેમણે 70 થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. તે એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેમણે લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. તેના ચાહકો વિશ્વભરમાં છે. તેમના જન્મદિવસ પર તેમના વિશે કેટલીક ન સાંભળેલી વાતો જાણો. માધુરી દીક્ષિત આજે એક  બેજોડ અભિનેત્રી તરીકે ઓળખાય છે પરંતુ શરૂઆતમાં તે આવી નહોતી. હકીકતમાં, તેના શરૂઆતના દિવસોમાં તે માઇક્રો બાયોલોજિસ્ટ બનવા માંગતી હતી અને તે અભ્યાસ પણ કરતી હતી. તેણે મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને અભ્યાસ ચાલુ રાખ્યો. તે કથક નૃત્યનુ યોગ્ય તાલીમ પણ લઈ રહી હતી. તે સમયે કોઈએ કલ્પના પણ નહોતુ કરી શકતુ કે આ છોકરી એક દિવસ હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રી બની જશે. 
 
માધુરી દીક્ષિત સાત કે આઠ વર્ષની હશે, જ્યારે તેના કથક નૃત્યની પહેલી વાર છાપામાં પ્રશંસા કરવામાં આવી. એક મુલાકાતમાં તેણે કહ્યું, 'તેણે   ગુરુ પૂર્ણિમાના તહેવાર પર એક સમારંભમાં કથક નૃત્યનું અદભૂત પ્રદર્શન કર્યુ.  તે સમયે એક છાપાના પત્રકાર પણ હાજર હતા. તેમણે તે લેખ છાપામાં લખ્યો હતો. એ લેખે મને આગળ વધવા અને મારા લક્ષ્યો નક્કી કરવામાં ઘણી મદદ કરી.
માધુરી દિક્ષિતની શરૂઆતની ફિલ્મી કરિયર ખૂબ જ આશ્ચર્યજનક રહ્યુ  તેણે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ' થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી અને ન તો તે આલોચકોનું ધ્યાન આકર્ષિત કરી શકી.  જો કે માધુરી દિક્ષિતનો અભિનય લોકોની નજરમાં આવી ગયો હતો,  અને અહીંથી તેણે પોતાના કેરિયરની સકારાત્મક શરૂઆત કરી હતી. અને પછી તેઓને 'મોહિની' અને 'ધક ધક ગર્લ' ના નામ મળવાનું બાકી હતું
 
જોકે, પોતાની  પહેલી ફ્લોપ પછી પણ, માધુરી દીક્ષિત અવારા બાપ, સ્વાતિ, હિફાઝ , ઉત્તર-દક્ષિણ, મોહરા, ખતરો  કે ખિલાડી અને દયાવાન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. માધુરી દીક્ષિતને હજુ સુધી એ સફળતા મળવાની બાકી હતી જેની તે લાયક હતી. આ બધી ફિલ્મોમાં તે દર્શકો અને વિવેચકો બંનેને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગઈ. જો કે આ ફિલ્મોની સાથે માધુરી પોતાના અભિનયને વધુ સારો બનાવવાનુ ચાલુ રાખ્યું હતું.
 
પછી તેને તક મળી, જેના માટે માધુરી દીક્ષિતને લોકો હજુ પણ યાદ કરે છે. એન. ચંદ્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'તેઝાબ' માં તેણીએ અનિલ કપૂરની વિરુદ્ધ મુખ્ય  ભૂમિકામાં જોવા મળી હતી. જોકે તે ફિલ્મ 'હિફાઝત' માં પણ તે અનિલ કપૂર સાથે જોવા મળી હતી, પરંતુ આ તેની પહેલી ફિલ્મ હતી જેને પ્રેક્ષકો અને આલોચકોએ હાથોહાથ લીધી હતી. માધુરી દીક્ષિતે  આ ફિલ્મ દ્વારા લોકોને એક બે ત્રણની ગણતરી શીખવી અને આ પ્રસ્તુતિએ તેને 'મોહિની' તરીકે હંમેશ માટે અમર બનાવી દીધી હતી.
 
ફિલ્મ 'તેઝાબ' પછી માધુરી દીક્ષિતની તો જાણે લોટરી નીકળી પડી  હતી. તે સતત કેટલીક એવી ફિલ્મોનો ભાગ રહી છે જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પછી ભલે આપણે વાત કરીએ  'રામ લખન' ની  કે પછી મિથુન ચક્રવર્તી સાથે 'પ્રેમ પ્રતિજ્ઞા' ની. ત્યારબાદ તેની ફિલ્મ 'ત્રિદેવ' ને કોણ ભૂલી શકે? આ બધી ફિલ્મોમાં માધુરી દીક્ષિત જુદા જુદા લૂકમાં જોવા મળી હતી. માધુરી દીક્ષિતના ચાહકોને પણ આ તમામ સ્વરૂપો ગમ્યાં.
 
માધુરી દીક્ષિતે પોતાના કેરિયરમાં હજુ માત્ર 12 ફિલ્મો કરી હતી અને તે બે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થઈ હતી. ઘણી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી, એ સમય આવ્યો જ્યારે માધુરી ઈન્દ્રકુમારની ફિલ્મ 'દિલ'માં આમિર ખાન સાથે જોવા મળી.  આમિર ખાન સાથે આ ફિલ્મમાં તેની જોડી એવી જામી કે પ્રેક્ષકોએ આ રોમેન્ટિક ફિલ્મ માટે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો. આ પહેલી ફિલ્મ હતી જે માટે માધુરી દીક્ષિતને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
 
એવું નથી કે માધુરી દિક્ષિતની દરેક ફિલ્મ એ ખૂબ જ સારુ  પ્રદર્શન કર્યુ.ઘણી  'દિલ' અને 'સાજન' ફિલ્મ્સ વચ્ચે દરમિયાન ઘણી ફિલ્મો એવી આવી જેને દર્શકોને  નિરાશ કર્યા.  તેમની હિટ ફિલ્મ બે 'બેટા' અને 'ખલનાયક' વચ્ચે પણ તેણે ઘણી ફ્લોપ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સમયે કેટલાક ટીકાકારોએ કહ્યું હતું કે હવે માધુરીનુ કેરિયર પુરૂ થવા આવ્યુ છે. પણ ત્યારબાદ તેના હાથમાં આવી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'. આ ફિલ્મે માધુરી માટે ઇતિહાસ રચ્યો હતો. આજકાલ જે અભિનેતાઓ અને અભિનેત્રીઓને એક સમાન પૈસા મેળવવાની વાત થાય છે.આ ફિલ્મમાં તેણે ઉંધુ સાબિત કરી દીધુ.   આ ફિલ્મમાં માધુરી દીક્ષિતને સલમાન ખાન કરતા વધારે પૈસા મળ્યા હતા. આ સાથે જ તેણે બધા વિવેચકોને ચૂપ કરી નાખ્યા. 
 
 હિન્દી સિનેમા માટેનો રેકોર્ડ પણ છે કે માધુરી દીક્ષિત એકમાત્ર એવી અભિનેત્રી છે કે જેને અત્યાર સુધીના અભિનય માટે 19 વાર ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. તેમાંથી તેણે દિલ, બેટા, હમ આપકે હૈ કૌન અને દિલ તો પાગલ હૈ ચાર ફિલ્મોમાં બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં ચંદ્રમુખીની ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
 
એક સમય એવો આવ્યો જ્યારે માધુરી દીક્ષિત ફિલ્મ્સ મેળવવામાં ઓછી પડી. તેથી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે તે ફિલ્મ 'ખલનાયક' માં સંજય દત્તની સામે જોવા મળી હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે સંજય દત્ત સાથે લગ્ન કરશે. પરંતુ જ્યારે મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં સંજયનું નામ સામે આવ્યું ત્યારે તેણે સંજય સાથે લગ્ન કરવાનો ઇરાદો છોડી દીધો બાદમાં તેણે અમેરિકાના જાણીતા ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને બે બાળકો પણ છે. જ્યારે માધુરીને શ્રીરામ નેને સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'શ્રીરામ ખોરાકને ખૂબ જ સારો બનાવે છે, તેથી મેં તેની સાથે લગ્ન કર્યાં'.