શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (13:17 IST)

ભાજપના વોર્ડ પ્રમુખે કાર્યકરોનું ટોળુ ભેગુ કરી જન્મદિવસની ઉજવણી કરી

થોડા દિવસ પહેલાં રાજકોટમાં કોંગ્રેસના એક કોર્પોરેટરે લોકોને મફતમા ડુંગળી આપીને સેવાનો લાભ લેતાં આખરે પોલીસે તેમની ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખવાના આરોપ હેઠળ અટકાયત કરી હતી અને ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને સવાલો ઉભા થયાં હતાં કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં ભાજપના વોર્ડ નં-7ના પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરની તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે કાર્યકરોના ટોળા ભેગા કરીને મ્યુઝિક સિસ્ટમના તાલે જન્મદિવસની ઉજવણી કરી હતી. અનિલ પરમારના જન્મદિવસની ઉજવણીમાં કેક પટિંગ સમયે મોટી સંખ્યા ભાજપના કાર્યકરો ભેગા થયા હતા.કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેડ ઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જ જન્મદિવસની ઉજવણ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. હવે અહીં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કાયદો ભાજપના કાર્યકરોને ક્યારેય નડતો નથી?