બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 15 જુલાઈ 2023 (13:34 IST)

Ravindra Mahajani Death: ગશ્મીર મહાજનીના પિતા રવિન્દ્ર મહાજનીનો ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ, દુર્ગંધ આવતાં થઈ જાણ

ravindra mahajani
- ટીવી એક્ટર ગશ્મીર મહાજનીના પિતાનું નિધન 
- તેમના પિતા રવિન્દ્ર મહાજાની મરાઠી અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ હતું. 
social media
Ravindra Mahajani ઇમલી ફેમ ગશ્મીર મહાજાનીના પિતા અને મરાઠી અભિનેતા અને દિગ્દર્શક રવિન્દ્ર મહાજાનીનું અવસાન થયું. તેનો મૃતદેહ શુક્રવારે 14 જુલાઈના રોજ પુણેના એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તે પૂણેના તાલેગાંવ દાભાડેમાં એક એપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. તે છેલ્લા 8 માસથી અહીની ઝરબીયા સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. શુક્રવારે સાંજે 4.30 વાગ્યે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
 
ટૂંક સમયમાં, તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એપાર્ટમેન્ટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું. સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં રવિન્દ્ર મહાજનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના માલિકે મૃતદેહની ઓળખ અભિનેતા ગશ્મીર મહાજાનીના પિતા રવિન્દ્ર મહાજાની તરીકે કરી છે. પોલીસને શંકા છે કે અભિનેતાનું બે-ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું. ગંધ આવી ત્યારે ખબર પડી.
 
એક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો 
પોલીસે એક્ટરના પરિવારને જાણ કરી અને મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો. રવિન્દ્ર મહાજનીએ 'મુંબઈચા ફોજદાર' (1984) અને 'કલાત નકલત' (1990) જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી. 1970ના દાયકામાં તેમણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું હતું. તે વર્ષ 2019માં પીરિયડ ડ્રામા ફિલ્મ 'પાનીપત'માં પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.