ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2023 (18:09 IST)

Kangana Ranaut કરી રહી છે લગ્ન ? અભિનેત્રી પોતે વહેચી રહી છે ઈનવિટેશન કાર્ડ

Kangana Ranaut
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તેની આગવી સ્ટાઈલ માટે જાણીતી છે. જેના કારણે તે ઘણીવાર કોઈને કોઈ વિવાદમાં ફસાઈ જાય છે.  ઉલ્લેખનીય છે  કે અભિનેત્રી દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. હાલમાં જ કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી લગ્ન કરવાની છે.

તાજેતરમાં, કેટલાક પૈપરાઝી અનુસાર, મુંબઈની કંગના રનૌતની ઓફિસ- મણિકર્ણિકાને મેરીગોલ્ડના ફૂલો અને લાઈટોથી શણગારવામાં આવી છે, જે કોઈક ઉજવણીનો સંકેત આપે છે. આ પછી બોલિવૂડની ક્વીન કંગના પોતે મીડિયા સાથે વાતચીત કરે છે. આ સાથે, તેણી તેને એક આમંત્રણ કાર્ડ પણ આપે છે, જો કે, જ્યારે મીડિયાકર્મીઓ તેની પાસેથી આ ખાસ ઉજવણીનું કારણ જાણવા માંગતા હતા, ત્યારે તેણે વધુ કહ્યા વિના એટલુ જ કહ્યુ  કે તે  ગુડ ન્યુઝ શેર કરવા જઈ રહી છે. બીજી તરફ, અફવા એવી છે કે કંગના રનૌત લગ્ન કરવા તૈયાર છે, પરંતુ શું તે ખરેખર સાચું છે? આખરે, તે નસીબદાર વ્યક્તિ કોણ છે જેને બોલિવૂડ ક્વીનને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે? અને લગ્નની તારીખ શું છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુઓ આ વીડિયો. આ વિશે ટિપ્પણી કરતાં, એક ફેંસે કહ્યું કે તે ટ્રેલરની રાહ જોઈ શકતો નથી.



ઉલ્લેખનીય છે કે કંગના રનૌત ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર જોવા મળશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 23 જૂન 2023ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કંગના આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવાની છે.