1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (22:52 IST)

શુ પ્રિયંકા-નિક લઈ રહ્યા છે ડાયવોર્સ, પીસીએ પોતાના ઈંસ્ટાગ્રામ પરથી જોનસ સરનેમ હટાવતા ડાયવોર્સના સમાચાર વાયરલ

priyanka chopra and nick jonas getting divorce
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)અને હોલીવુડ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્નમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આ અહેવાલો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે વાયરલ થયા જ્યારે પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જોનાસની સરનેમ હટાવી દીધી.
 
જો પ્રિયંકા અને નિક વચ્ચે બધુ બરાબર છે, તો પછી એવુ તે શુ થયું કે અભિનેત્રીને પોતાના નામની પાછળથી નિક જોનાસની અટક હટાવવી પડી? દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે આની પાછળનું કારણ શું છે? ઉલ્લેખનીય છે કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા જોનસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ફેન્સને ચિંતામાં મુકી દીધા છે.
 
શું નિક અને પ્રિયંકા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?
 
પ્રિયંકાના આ પગલા પછી તેના અને નિક જોનસના ચાહકોને એવું લાગવા લાગ્યું છે કે બંને છૂટાછેડા તો લેવા નથી જઈ રહ્યા.  જો કે, આ અહેવાલોને સાચા માનતા પહેલા તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ પોતાના નામની પાછળ જોનસને હટાવી દીધો હોવા છતાં, પરંતુ પ્રિયંકા અને નિક હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે. જો બંને વચ્ચે કંઇ બરાબર ન હોત તો કદાચ બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા હોત.

 
હાલ તો  પ્રિયંકાએ પોતાની અટકમાંથી નિક જોનસનુ છેલ્લુ નામ શા માટે હટાવ્યુ  તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ ઉતાવળ કહેવાશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. તે એક બિગ ફૈટ વેડિંગ હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે. જેમાં તેઓએ સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર. તમે બધા મારા એંજલ છો.