રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (17:47 IST)

શિલ્પાએ મેરેજ એનિવર્સરી પર રાજ કુંદ્રા પર લુટાવ્યો પ્રેમ, યાદ કર્યુ 12 વર્ષ જૂનુ વચન

પોર્ન વીડિયો કેસમાં રાજ કુંદ્રાનાના ફસાયા પછી તેમની અને શિલ્પા શેટ્ટીના છુટાછેડાના સમાચાર સતત ચર્ચામાં છે. હવે શિલ્પાએ પોતાની એનિવર્સરી પર રાજ માટે પ્રેમ ભર્યો મેસેજ પોસ્ટ કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકી દીધો છે. લગ્નના 12 વર્ષ થતા શિલ્પાએ જૂની તસ્વીરો પોસ્ટ કરી છે. આ સાથે જ પ્રેમભર્યો મેસેજે પણ લખ્યો છે. તેણે ખરાબ સમયમાં સાથ આપવા માટે શુભચિતકોનો આભાર પણ માન્યો 
 
 
શિલ્પાને લગ્નનો દિવસ યાદ આવે છે

 
12 વર્ષ પહેલા આ દિવસે જ શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમણે તેમની વર્ષગાંઠ નિમિત્તે એક સુંદર પોસ્ટ કરી છે. શિલ્પાએ લખ્યું છે કે, 12 વર્ષ પહેલા આ સમયે, અમે સારા અને ખરાબ સમયમાં સાથ, પ્રેમ, વિશ્વાસ, તેને ચાલુ રાખવાનું વચન આપ્યું હતું, અમે ભગવાનને દરરોજ રસ્તો બતાવવાનું કહ્યું હતું. 12 વર્ષના થઈ ચુક્યા છે અને આગળ નથી ગણી રહી. હેપી એનિવર્સરી કુકી (રાજ કુદ્રા) ઘણા બધા ઈન્દ્રધનુષ, હસી, માઈલસ્ટોન્સ અને આપણા અનમોલ બાળકો બધાના ચીયર્સ. અમારા બધા વેલ વિશર્સ જેઓ અમારા સારા અને ખરાબ સમયમાં અમારી સાથે રહ્યા.. તેમનો દિલથી આભાર. 
 
 
શિલ્પા અને રાજે 2009માં લગ્ન કર્યા હતા
 
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્ન 22 નવેમ્બર 2009ના રોજ થયા હતા. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે કોઈ તસવીર શેર કરી નથી. તે રાજ વગર ઘણી બધી આઉટિંગ્સમાં પણ જોવા મળી છે. જોકે, ધર્મશાલા ટ્રિપની રાજ અને શિલ્પાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરંતુ શિલ્પાએ પોતે હજુ સુધી તેના પતિ સાથેના ફોટા શેર કર્યા નથી. બીજી તરફ રાજ કુન્દ્રાએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે