ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (18:15 IST)

Big News : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુદ્રાને મળી જામીન, 18 જુલાઈથી હતા જેલમાં

Raj Kundra Bail: અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને આજે કોર્ટમાંથી જામીન મળી ગઈ છે. મુંબઈની એક કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી મામલે 50000 રૂપિયાના બદલે જામીન આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ બે મહિનાથી જેલમાં બંધ હતા. 
 
જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shilpa shetty)ના પતિ (raj kundra) એક લાંબા સમયથી  જેલમાં બંધ હતા. રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવી અને તેને એપ પર રજૂ કરવામ્પ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે લગભગ 1500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. પરંતુ હવે આખરે રાજ કુન્દ્રાને રાહતનો શ્વાસ મળ્યો છે.
 
રાજને મળી જામીન 
 
ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેઓ  જેલમાં બંધ હતા અને સતત કોર્ટમાંથી જામીન માટે અરજી કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, આજે લાંબા સમય બાદ તેમને જામીન મળી ગયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાની જામીન પર જામીન આપ્યા હતા.
 
 
રાજને લઈને થયો હતો ખુલાસો 
 
તાજેતમાં જ ખુલાસો થયો હતો કે હૉટશૉટ એપને આર્મ્સપ્રાઈમ લિમિટ્ડ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેમા રાજકુંદ્રા અને સૌરભ કુશવાહ નિદેશક હતા, જાણવા મળ્યુ હતુકે 35% ભાગીદારી રાખનારા કુશવાહે પોલીસ સામે કહ્યુ છે કે વીડિયો અપલોડ કરવા સહિત એપનુ નિયંત્રણ રાજ કુંદ્રાના હાથમાં હતુ. 
 
એટલું જ નહીં, કુશવાહએ કહ્યું છે કે હોટશોટ યુકે સ્થિત કેનરીન લિમિટેડને વેચી દેવામાં આવ્યું હતું અને રાજકુન્દ્રાએ વેચાણના એક દિવસ પહેલા આર્મપ્રાઇમ ડિરેક્ટર તરીકેનું પદ છોડ્યું હતું. જ્યારે રાજની પત્ની અને અભિનેતા શિલ્પા શેટ્ટી, જેમને સાક્ષી નંબર 39 તરીકે ચાર્જશીટમાં રજૂ કરવામાં આવ્યા છે. શિલ્પાએ કહ્યું છે કે તે વ્યસ્ત હતી અને તેના પતિને તેમના કામ વિશે પૂછ્યું નહોતુ.
 
 અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ વિયાન ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત 2015માં કરી હતી. વિયાન ઇન્ડસ્ટ્રીઝ, જે એનિમેશન, કાર્ટૂન અને એપ્સ બનાવવાનુ કામ કરતી હતી. સમાચાર અનુસાર, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો પર્દાફાશ કર્યો હતો અને રાજના પીએ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, ત્યારે શિલ્પાએ પોતાના ના પતિને તેના વિશે પૂછપરછ કરી હતી.