ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (17:07 IST)

વેક્સીનની બંને ખોરાક લઈ ચુકેલા ભારતીયોને ઈગ્લેંડમાં 10 દિવસનુ ક્વોરંટાઈન જરૂરી, UKએ બદલ્યો પ્રવાસ નિયમ

બ્રિટનમાં નવા મુસાફરીના નિયમો અનુસાર, કોરોનાની રસીના બંને ડોઝ લીધા પછી પણ ભારતીયોને યુનાઇટેડ કિંગડમમાં વેક્સીનેશન નહી માનવામાં આવે. તેમને 10 દિવસના ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે.
 
નવા નિયમો પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ, કોવિશીલ્ડને મૂળ રૂપથી યુકેમાં વિકસિત કરવામાં આવ્યો હતો અને પુણે સ્થિત સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાએ આ દેશને પણ આપૂર્તિ કરી છે. જેને જઓતા ત્યાની સરકરનોઆ નિર્ણય એકદમ વિચિત્ર છે. તેમા નસ્લવાદની ઝલક છે. 
 
નવા નિયમોનો જવાબ આપતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "કોવિશિલ્ડ મૂળ રૂપે  યુકેમાં વિકસિત કરવામાં આવી હતી અને પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તે દેશને પણ સપ્લાય કરી છે. જેને  જોતા સરકારનો નિર્ણય ચુકાદો એકદમ વિચિત્ર છે.
 
યુકે સરકારે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને આફ્રિકા, દક્ષિણ અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, ભારત, તુર્કી, જોર્ડન, થાઈલેન્ડ, રશિયા સહિત અન્ય દેશોમાં વેક્સીનેશન કરવામાં આવ્યુ છે, તો તેને ટીકાકરણ નહી માનવામાં આવે. તેને ક્વારંટાઈન નિયમોનુ પાલન કરવુ પડશે. 
 
ઇંગ્લેન્ડની યાત્રા કરતા પહેલા તમને આ કરવુ પડશે.. 
 
-  ઇંગ્લેન્ડની મુસાફરી કરતા 3 દિવસ પહેલા COVID-19 પરીક્ષણ કરો.
- ઇંગ્લેન્ડ પહોંચ્યાના બીજા અને 8મા દિવસે કોરોના ટેસ્ટ કરાવો. તેના પૈસા તમારે જ આપવા પડશે. 
- ઇંગ્લેન્ડ પહોંચવાના છેલ્લા 48 કલાકમાં તમારુ યાત્રી લોકેટર ફોર્મ ભરો. 
 
ઈગ્લેંડ પહોચ્યા પછી તમારે આ કરવુ પડશે 
 
- ઘરમાં અથવા જે સ્થાન પર તમે 10 દિવસ માટે રહો છો ત્યાં ક્વોરેન્ટાઇન રહો.
- બીજા દિવસે અથવા આઠમા દિવસે કે પછી ત્યારબાદ કોવિડ-19નો ટેસ્ટ કરાવો