સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (11:05 IST)

વેક્સીનેશનમાં ગુજરાત પ્રથમ ક્રમે- દેશમાં અત્યાર સુધી રસીના 67,72,11,205 ડોઝ અપાયા.

રાજ્યમાં કોરોના વેક્સિનેશન હવે પાંચ કરોડ ડોઝની નજીક છે. રવિવારે થયેલા વેક્સિનેશનનો ઉમેરો કરતા હવે રાજ્યમાં કુલ વેક્સિનેશન હવે ચાર કરોડ 91 લાખથી વધી ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 67 લાખ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને એક કરોડ 27 લાખથી વધુને નાગરિકોને વેક્સિનના બંન્ને ડોઝ આપવામાં આવ્યાં છે. રાજ્યમાં વેક્સિનેશન માટે માન્ય એવી 18થી વધુ વય જૂથના કુલ ચાર કરોડ 89 લાખ નાગરિકો છે. આમ રાજ્યમાં 74 ટકા નાગરિકોને હવે વેક્સિનનો એક ડોઝ જ્યારે 26 ટકા નાગરિકોએ બંન્ને ડોઝ લીધા છે.