ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (10:13 IST)

કોરોના સામે જીતવા 1 કરોડ ગુજરાતીઓને વેક્સિનના બંને ડોઝ, કુલ રસીકરણ 4 કરોડ પાર થયું

કોરોના સામેના જંગમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વેક્સિનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે જ્યારે કુલ 4,12,31,618 લોકોને રસી અપાઈ ચૂકી છે. આ રીતે ગુજરાતની લગભગ 60% વસતી વેક્સિનેશન હેઠળ આવી ગઈ છે.કુલ 19,66,730 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. તેવી જ રીતે 15,87,996ને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 45 વર્ષથી વધુ વયના 1,37,52,102 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 72,84,786ને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. 18થી 45 વયજૂથના 1,55,22,003ને જ્યારે 11,18,001ને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય કર્મીઓને આ વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન અભિયાનમાં આવરી લેવાની કર્તવ્ય નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે.રવિવારે રાજ્યમાં 3 લાખ 73 હજાર 162 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7થી 13 ઑગસ્ટના અઠવાડિયામાં સૌથી વધુ 35.39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 26.68 લાખને પહેલો ડોઝ અને 8.71 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2.16 કરોડ પુરૂષો જ્યારે 1.80 કરોડ મહિલાઓનું રસીકરણ કરાયું છે. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 58% લોકોનું રસીકરણ થયું છે જેમાં 44%ને પહેલો ડોઝ જ્યારે 14%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરનાઅંદાજે 1.83 કરોડ લોકો છે.