શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:47 IST)

OTT પર ધૂમ મચાવવા તૈયાર શિલ્પા- શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ

શિલ્પા ઓટીટી પર ડેબ્યૂ કરશે
શિલ્પા શેટ્ટીએ પણ ઓટીટી પર ડેબ્યૂ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) લાંબા સમયથી જેલમાં છે. રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પતિ જેલમાં હોવાને કારણે શિલ્પા પણ હેડલાઇન્સમાં છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે શિલ્પા તેની 
 
કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહી છે.
 
વાસ્તવમાં શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ લાંબા સમયથી OTT ડેબ્યૂ કરી રહ્યા છે. આ લીસ્ટમાં સુષ્મિતા સેન પછી શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, જુહી ચાવલાના નામ સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં શિલ્પા શેટ્ટી કુંદ્રાનું (Shilpa Shetty Kundra) નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.