મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (12:41 IST)

Vijay Rupani Resigns LIVE- ગુજરાતના નવા CM કોણ? ગુજરાત ભાજપા "નવા સીએમ" પદ માટે મંથન

ગુજરાતમાં પડદા પાછળ નેતૃત્વ પરિવર્તનની કવાયત થઈ શકે છે, પરંતુ સામેથી ભાગ્યે જ કોઈ જાણતું હશે કે ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી આટલી જલદી દૂર કરવાનો નિર્ણય લેશે. જોકે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે ગુજરાતના હાથમાં કોનો હાથ હશે તે અંગેનો નિર્ણય આજે અપેક્ષિત છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની આજે એટલે કે રવિવારે બેઠક થવાની શક્યતા છે. આ દરમિયાન મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ બહાર આવી રહ્યા છે.
 
આ દરમિયાન સંતોષ અને યાદવે પાર્ટીના રાજ્ય એકમના વડા સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય ભાજપના મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા અને રાજુભાઈ પટેલ અને વિધાનસભામાં પક્ષના મુખ્ય દંડક પંકજ દેસાઈ સહિત ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યા. જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા અચાનક થયેલા વિકાસમાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
 
અહીં વિજય રૂપાણીના રાજીનામા પછી ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈને અટકળો થઈ રહી છે. તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફલદુ અને કેન્દ્રીય મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામની અટકળો ચાલી રહી છે. રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલને આગામી મુખ્યમંત્રી બનાવવાની માંગ સોશિયલ મીડિયા પર જોરશોરથી શરૂ થઈ હતી. તે જ સમયે, પટેલની જેમ, પ્રભાવશાળી પાટીદાર સમાજમાંથી આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાને પણ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ ગણવામાં આવી રહ્યા છે. સમુદાયના નેતાઓએ તાજેતરમાં માંગ કરી હતી કે આગામી મુખ્યમંત્રી પાટીદાર (સમુદાયમાંથી) હોવા જોઈએ. તો ચાલો જાણીએ રેસમાં કોણ કોણ છે.
 
મોદી સરકારમાં માંડવિયાની પાસે મુખ્ય જવાબદારી 
નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો હતો. જેમા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય મનસુખ માંડવિયા (49) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને હર્ષવર્ધનના સ્થાને દેશના નવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા,  તેઓ આ પહેલા પણ મોદી સરકારમાં રાજ્ય પરિવહન મંત્રી રહી ચુક્યા છે. 2015માં માંડવિયા બીજેપીના સૌથી યુવા મહાસચિવ બન્યા હતા. પહેલીવાર 2012માં ગુજરાતમાથી રાજ્ય સભા સભ્ય બન્યા માંડવિયા, 2018માં બીજીવાર આ પદ માટે પસંદગી પામ્યા. વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચુક્યા છે. તેઓ ગુજરાતના સીએમ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમને પીએમ મોદીના નિકટના નેતાઓમાં સામેલ કરવામાં આવે છે. 
 
પ્રભાવશાળી પટેલ સમુહમાંથી આવે છે પુરૂષોત્તમ રૂપાલા 
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ 1980ના દસકામાં બીજેપીની સાથે પોતાનુ રાજનીતિક કેરિયર શરૂ કર્યુ હતુ. 1991માં તેઓ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય બન્યા. તેઓ ત્રણ વાર આ સીટ પર ધારાસભ્ય રહ્યા છે.   2016 માં, તેમણે રાજ્યસભાના સભ્ય તરીકેનુ કાર્યકાળ શરૂ કર્યુ 66 વર્ષીય રૂપાલા ગુજરાતના પ્રભાવશાળી પટેલ સમુદાયમાંથી આવે છે. 30 મે, 2019 ના રોજ, તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તાજેતરમાં તેમણે મોદી સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ખેડૂત અને રાજકારણી હોવા ઉપરાંત, તે અમરેલીના હમાપુરમાં એક હાઇસ્કૂલના આચાર્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને લગતી પહેલમાં સામેલ રહ્યા છે.
શુ આ વખતે ડેપ્યુટી સીએમ નિતિન પટેલનુ નસીબ જાગશે ? 
નવા મુખ્યમંત્રીની રેસમાં 65 વર્ષીય ડેપ્યુટી સીએમ નીતિન પટેલનુ નામ પણ સામેલ છે. લાંબા સમયથી આખા ઉત્તર ગુજરાતમાં નિતિન પટેલ બીજેપીના સૌથી દિગ્ગજ પટેલ નેતાના રૂપમાં પોતાનુ સ્થાન મજબૂતીથી મુકતા આવ્યા છે. ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી પણ નિતિન પટેલ નુ નામ મુખ્યમંત્રીના રેસમાં સામેલ હતુ.  તેઓ તે સમયે પણ ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા. કિશોરાવસ્થાથી જ નીતિન પટેલ રાજનીતિના ક્ષેત્રમાં કુદી પડ્યા હતા. ગુજરાતમાં થયેલ નવનિર્માણ આંદોલનમાં તેમને અનેક વિસ્તારોના મહામંત્રીના રૂપમાં ભાગ લીધો હતો. તેઓ ખૂબ પહેલાજ બીજેપી સાથે જોડાયા હતા. તેમના નિકટના લોકો કહે છે કે બીજેપી સાથે જોડાવવામાં સૌથી મહત્વપૂર્ણ તેમની હિન્દુત્વ પ્રત્યેની વિચારધારા છે.   
 
પીએમ મોદી  અને અમિત શાહ માટે સીઆર પાટીલ ખાસ છે
નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાતમાં રાજકારણના મોટા ખેલાડી ગણાય છે. તેમને 2020 માં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. 66 વર્ષીય પાટિલ તેમના મતવિસ્તારમાં વિકાસના કામોને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે. આના દ્વારા, તે મતદારો સુધી સરળ પહોંચ બનાવે છે. પાટીલ એકમાત્ર એવા સાંસદ છે જેમની ઓફિસને 2015 માં જ ISO: 2009 દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. આ સર્ટિફિકેટ તેમસ્થાપન અને સરકારી સુવિધાઓના મોનિટરિંગ માટે આપવામાં આવ્યું હતું. પીએમે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના સંકલનની જવાબદારી પાટીલને સોંપી હતી. તેમણે વારાણસીમાં વડાપ્રધાનની ચૂંટણીની જવાબદારી પણ ઉપાડી છે. મહત્વની વાત એ છે કે સીઆર પાટીલ બિન પાટીદાર નેતા છે. પાટીલે પોતાની ચૂંટણી બે વખત 5 લાખથી વધુ મતોથી જીતી છે.
 
ગોરધન ઝડફિયા 
સોરધન ઝડફિયા પન ગુજરતા ભાજપા ના અગ્રણી નેતાઓ વચ્ચે એક વખત નરેન્દ્ર મોદીથી નારાજ થયા બાદ પાર્ટી છોડી દીધી હતી, જોકે બાદમાં તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તેમને મોટી જવાબદારી આપવામાં આવી હતી. પછી તેણે વધુ સારું કર્યું. 2002 ના રમખાણો સમયે, ઝડાફિયા તત્કાલીન રાજ્ય સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા.

12:38 PM, 12th Sep

મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર : કેબિનેટ મંત્રી આર.સી.ફળદુનું નામ પણ ચર્ચામાં ઉમેરાયુ, નરેન્દ્ર મોદી ગુજરાતને આપી શકે છે સરપ્રાઇઝ

11:46 AM, 12th Sep
ગુજરાત ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઘરે પહોંચ્યા હતા. નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા.

11:39 AM, 12th Sep

- ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.
- જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે.
- બપોરે 3 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે.


11:07 AM, 12th Sep
ભાજપ કેમ વારંવાર મુખ્યમંત્રીને બદલે છે: જ્યારે પણ ભાજપને લાગે છે કે રાજ્યમાં તેની પકડ નબળી પડવા લાગી છે, ત્યારે તે નુકસાન નિયંત્રણ માટે મુખ્યમંત્રીને બદલે છે. આનંદીબેન પટેલની જગ્યાએ રૂપાણીને 2016 માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

10:55 AM, 12th Sep
Reasons Behind Vijay Rupani's Resignation ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 4 મુદ્દા જવાબદાર હોઈ શકે છે. જેમા ખાસ કરીને કોરોનાકાળમાં સરકારની કામગીરીથી લઈને સંગઠન સાથેના મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં સત્તા વિરોધી જીવાળના કારણે 2022ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠકો પણ મુશ્કેલ હોવાથી રૂપાણીનું રાજીનામુ લઈ નવા ચહેરા સાથે 150+ના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.