સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2024 (16:21 IST)

Jolly LLB 3 માં અક્ષય કુમાર-અરશદ વારસીની જોવા મળશે લીગલ જંગ, ફિલ્મમાં થશે મોટો ખુલાસો

Jolly LLB 3
Jolly LLB 3
બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને અરશદ વારસીએ પોતાની આવનારી ફિલ્મ જોલી એલએલબી 3 નુ શૂટિંગ શરૂ કરી દીધુ છે.  અજમેરમાં ફિલ્મના શૂટિંગ માટે ડીઆરએમ ઓફિસમાં સ્પેશ્યલ રૂપે કોર્ટ રૂમ પણ બનાવાયો છે. આ દરમિયાન હવે જૉલી એલએલબી 3 નો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમા તમે અસલી જોલી અને નકલી જોલી વચ્ચે જોરદાર કાયદાકીય જંગ જોવા મળશે. બોલીવુડની આ હિટ જોડી એકવાર ફરી દર્શકોને હસાવવા માટે તૈયાર છે.  કોમેડી કોર્ટ રૂમ ડ્રામા જોલી એલએલબી 3 નો આ નવો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેમા અક્ષય કુમાર અને અરશદ વારસી એક સાથે જોવા મળી રહ્યા છે. 

 
જૉલી એલએલબી 3 ની સ્ટોરી 
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસીએ પોતાની અપકમિંગ ફિલ્મ જૉલી એલએલબી 3 નુ શૂટિંગ વીડિયો શેયર કરતા સ્ટોરીને લઈને પણ હિટ આપી છે. ફિલ્મની સ્ટોરી અસલી અને નકલી  જોલીના કાયદાકીય જંગ પર અધારિત રહેશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. શૂટિંગનો પહેલો દિવસ 29 એપ્રિલનો હતો. અક્ષય કુમારે આજે 2 મે ના રોજ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરતા જોલી એલએલબી 3 ની શૂટિંગ અપડેટ સાથે સ્ટાર કાસ્ટના પહેલા લુકની ઝલક પણ બતાવી દીધી છે. અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની લડાઈ થશે
 
હાલમાં જ અરશદ વારસીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે અજમેરની એક દરગાહમાં નમાજ પઢતો જોવા મળ્યો હતો. ત્યારથી આ ફિલ્મને લઈને લોકોમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. 'જોલી એલએલબી 1' 2013માં અને 'જોલી એલએલબી 2' 2017માં રિલીઝ થઈ હતી. બંને પાર્ટ હિટ થયા બાદ હવે 'જોલી એલએલબી 3' રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અરશદ વારસી અને અક્ષય કુમાર વકીલોના લુકમાં જોવા મળ્યા હતા. આ વખતે બંને 'જોલી એલએલબી 3'માં સાથે જોવા મળશે
 
જોલી એલએલબી 3 ની રિલીઝ તારીખ
તમને જણાવી દઈએ કે 'જોલી એલએલબી 3' પહેલા અક્ષય કુમાર અને અરશદ વારસી પણ 'બચ્ચન પાંડે'માં સાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અરશદ અક્ષય સાથે 'વેલકમ ટુ ધ જંગલ'માં પણ જોવા મળશે. 'જોલી એલએલબી 3' આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે. જો કે, તેની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.