કમલ હસનના ઘરમાં લાગી આગ...સુરક્ષિત બચાવવા માટે સ્ટાફનો માન્યો આભાર
સાઉથ ફિલ્મોથી લઈને બોલીવુડમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા કમલ હાસન સાથે શનિવારે એક મોટી દુર્ઘટના થતા ટળી. આ ઘટનાની માહિતી કમલ હસને પોતાના ટ્વિટર એકાઉંટ પર આપી. કમલ હાસને લખ્યુ કે મારા સ્ટાફનો આભાર. મારા ઘરમાં આગ લાગી ગઈ હતી. ફેફસા સુધી ધુમાડો પહોંચી ગયો હતો. હુ બચવા માટે ત્રીજા માળ પર ચઢી ગયો. હવે હુ સુરક્ષિત છુ. શુભ રાત્રિ. ત્યારબાદ કમલ હસને એક વધુ ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુ, "મને પ્રેમ આપવા અને મારી ચિંતા કરવા માટે બધાને મારો પ્રેમ." ઉલ્લેખનીય છે કે આ ઘટના કમલ હસન સાથે તેમના ચેન્નઈ ઘરમાં ઘટી.