મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (14:31 IST)

Krishna Mukherjee: પોતાની બોડી પર બ્રાઈડ ટૂ બી લખાવીને ટ્રોલ્સના નિશાના પર આવી કૃષ્ણા

krishna mukharji
ટીવી પરની જાણીતી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી લગ્ન કરવા જઈ રહી છે. આ અભિનેત્રીએ પોતાના ગર્લ ગેંગ સાથે બેચલરેટ ટ્રિપ એજોય કરી રહી છે. થાઈલેંડના ફુકેટથી કૃષ્ણાએ પોતાની બૈચલરેટ પાર્ટીની તસ્વીરો શેયર કરી છે. જેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. પરંતુ હાલમાં જ શેર કરવામાં આવેલી કૃષ્ણાની આ તસવીરો સોશિયલ મીડિયા યુઝર્સને સારી લાગી નથી અને તેઓ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે   કૃષ્ણા મુખર્જી ફૂકેટમાં મિત્રો સાથે વેકેશન મનાવી રહ્યા છે અને તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તસવીરો શેર કરી છે, જેમાં તેણે તેના ગળાની નીચે અને હાથ પર 'બ્રાઇડ ટુ બી' લખ્યું છે. આ દુલ્હન પર આ રીતે લખવામાં આવે તે લોકોને પસંદ ન આવ્યું અને તેઓએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. અભિનેત્રી માટે લોકો અલગ-અલગ વાતો લખી રહ્યા છે.

 
તસવીરોમાં કૃષ્ણા મુખર્જી અભિનેત્રી શિરીન મિર્ઝા અને તેના મિત્રો સાથે ક્લબમાં પાર્ટી કરી રહી છે. કૃષ્ણા અને તેના બધા મિત્રો કાળા પોશાક પહેરેલા છે. આમાં કૃષ્ણા ડીપ નેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી, પરંતુ તેના ગળા અને હાથ પર ઓરેન્જ કલરથી દુલ્હન લખવાની તેની રીતે બધાનું ધ્યાન ખેંચ્યું અને આવી સ્થિતિમાં તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ.