શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 2 ઑગસ્ટ 2023 (12:33 IST)

Nitin Desai Death: પૈસાની તંગીનો સામનો કરી રહેલા જાણીતા આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈએ સ્ટુડિયોમાં લગાવી ફાંસી

Nitin Desai
Nitin Desai Death: બોલીવુડમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે સવારે મુંબઈના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી. નીતિન એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, આર્ટ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. નીતિન દેસાઈએ 'હમ દિલ દે ચૂકે સનમ', 'લગાન', 'દેવદાસ', 'જોધા અકબર' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
 
મહેશ બાલદીનું નિવેદન
 
પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈની આત્મહત્યા પર કર્જત ઉરણના ધારાસભ્ય મહેશ બાલદીનું નિવેદન સામે આવ્યું છે. મહેશે કહ્યું કે, નીતિન દેસાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે. તે ઘણા દિવસોથી પરેશાન હતો. મારા મતવિસ્તારમાં જ તેમનો સ્ટુડિયો છે. તેઓ કર્મચારીઓના પગાર પણ ચૂકવતા ન હતા, તેઓએ તેમની સમસ્યાઓ મને જણાવી હતી.