રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (10:51 IST)

Lata Mangeshkar Death Anniversary: 50,000 ગીત ગાયા, પણ પોતાનુ ગીત ક્યારેય પડદા પર ન જોયુ કે ન સાંભળ્યુ.. જાણો સ્વર કોકિલાના રોચક કિસ્સા

Lata Mangeshkar Death Anniversary સ્વર કોકિલા લતા મંગેશકરના અવાજમાં એવો જાદુ હતો કે સંગીતની દુનિયામાં તેમને સ્વરની દેવી કહેવામાં આવે છે. લતા મંગેશકરે તેમના જીવનમાં 36 ભાષાઓમાં 50,000 ગીતો ગાયા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે ક્યારેય પોતાના ગીતો પડદા પર જોયા કે સાંભળ્યા નથી. તેનુ  માનવી હતુ કે જો તે  પોતાનું ગીત સાંભળશે, તો તે ચોક્કસપણે તેમાં કોઈ ખામી શોધશે.  સંગીતની દુનિયામાં લોકો તેમને પ્રેમ અને સન્માનથી લતા દીદી કહીને બોલાવે છે. આજે લતા મંગેશકરની બીજી પુણ્યતિથિ છે. આ અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

તેમનું બાળપણનું નામ હેમા હતું.
 
બહુ ઓછા લોકો જાણે છે કે લતા મંગેશકરનું બાળપણનું નામ હેમા હતું. એક નાટકથી પ્રભાવિત થઈને તેમના પિતાએ તેમનું નામ હેમાથી બદલીને લતા કરી નાખ્યુ. તેમના પિતા દીનાનાથ મંગેશકરે તેમના નાટક ભાવ બંધનના મુખ્ય પાત્ર લતિકાના નામથી પ્રભાવિત થઈને તેમની પુત્રીનું નામ લતા રાખ્યું હતું. એટલું જ નહીં, લતાજીના નામની આગળ મંગેશકર અટકમાં મંગેશકર શબ્દ વિશે પણ એક રસપ્રદ વાર્તા છે. વાસ્તવમાં, લતા દીદીના પિતાનું સાચું નામ દીનાનાથ અભિષેકી હતું, પરંતુ તેઓ ઈચ્છતા હતા કે તેમના બાળકોના નામમાં અભિષેકીને બદલે અન્ય કોઈ અટક ઉમેરવામાં આવે. દીનાનાથ જીના પૂર્વજોનું નામ મંગેશી અને પરિવારના દેવતાનું નામ મંગેશ હતું. આવી સ્થિતિમાં તેણે પોતાની અટક બદલીને મંગેશકર કરી હતી. આ પછી, તેમના બાળકોના નામમાં પણ મંગેશકર અટક ઉમેરવામાં આવી.
 
કેમ પહેરતા હતા સફેદ સાડી 
 
લતા મંગેશકરના અવાજની સાથે તેમનો પોશાક પણ તેમની ઓળખ બની ગયો. લતા મંગેશકર મોટાભાગે સફેદ સાડીમાં જોવા મળતી હતી. એકવાર એક ઇન્ટરવ્યુમાં, તેમને પૂછવામાં આવ્યું કે તે મોટાભાગે સફેદ સાડી કેમ પહેરે છે. આ અંગે લતાજીએ કહ્યું કે તેમને બાળપણથી જ સફેદ રંગ પસંદ છે. એક ઘટનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે એકવાર ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેને રેકોર્ડિંગ માટે જવું પડ્યું. તેમને પીળા અથવા નારંગી રંગની શિફોન ક્રેપ સાડી પહેરી અને સ્ટુડિયો પહોંચી. સ્ટુડિયો પહોંચ્યા પછી, એક કલાકારે તેમને પૂછ્યું કે તેમને શું પહેર્યું છે. આ પછી તેમને સમજાયું કે માત્ર સફેદ સાડી જ તેમના વ્યક્તિત્વને સૂટ કરે છે અને લોકો પણ તેમને તેમાં જોવાનું પસંદ કરે છે.

અવાજ સાંભળીને જવાહર લાલ નેહરુ પણ રડી પડ્યા હતા.
 
1962માં ચીનના હુમલા બાદ દેશભરમાં જ્યારે નિરાશાની લાગણી ફેલાઈ હતી ત્યારે જવાહર લાલ નેહરુ પણ અવાજ સાંભળીને રડી પડ્યા હતા. 26 જાન્યુઆરી 1963ના રોજ લતાજીને તેમના જ અવાજમાં 'આયે મેરે વતન કે લોગોં' ગીત ગાવાનું કહેવામાં આવ્યું. જ્યારે તેમણે આ ગીત ગાયું ત્યારે તેમના અવાજમાં એટલો દર્દ હતો કે પંડિત જવાહર લાલ નેહરુ પણ ગીત સાંભળીને રડવા લાગ્યા હતા. ગીત પૂરું થતાં મહેબૂબ ખાન લતા દીદી પાસે ગયા અને કહ્યું- લતા, પંડિતજી તમને બોલાવી રહ્યા છે. ત્યારે નહેરુજીએ તેમને કહ્યું કે દીકરી, આજે તેં મને રડાવી દીધી છે.
 
મળ્યા હતા અનેક એવોર્ડ 
લતા મંગેશકરને ઘણા એવોર્ડ મળ્યા હતા અને તેમણે કરિયરમાં 50 હજારથી વધુ ગીતો ગાયા હતા. એવું કોઈ સન્માન નથી જે તેમને ન મળ્યું હોય. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેણે 3 નેશનલ એવોર્ડ અને 4 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા.