મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (14:23 IST)

મોતના ખોટા સમાચાર પર ટ્રોલ થયા પછી Poonam Pandey એ આપી આ સફાઈ

Poonam Panday On Trolling: પૂનમ પાંડેના મોતના ખોટા સમાચાર  (Poonam Pandey Fake Death News) થી આખી ઈંડસ્ટ્રી ચોંકી ગઈ છે. સર્વાઈકલ કેન્સરથી મરવાના સમાચાર લોકોને શોકમાં ડુબાડી દીધા. 2 ફેબ્રુઆરીએ તેમના મેનેજરે સર્વાઈકલ કેન્સરના કારણ તેમના નિધન વિશે અભિનેત્રીના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને સૌને ચોકાવ્યા.  પણ બીજા દિવસે પૂનમ પાંડે પોતે લાઈવ આવીને બતાવ્યુ કે તે જીવંત છે અને આ બધુ સર્વાઈકલ કેંસર   (Curvical Cancer Awarness) ની અવેરનેસને લઈને કર્યુ છે. તેની આ પ્રકારની મજાક કોઈને પસંદ ન આવી. પૂનમને તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવાને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. તેની મિત્ર રાખી સાવંતે કહ્યું કે પૂનમે આવી મજાક ન કરવી જોઈતી હતી. પૂનમે લોકોના દિલ સાથે રમી છે. ટીવી અભિનેત્રી સંભવના સેઠે પણ કહ્યું કે આ એક ભદ્દી મજાક છે. પૂનમે મોતની મજાક ઉડાવી છે. શું એ જાણે છે કે જેમને કેન્સર થાય છે તેઓનું મૃત્યુ કેવી રીતે થાય છે? હવે જો પૂનમ સાથે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થશે તો લોકો તેની વાત પર વિશ્વાસ નહીં કરે. અત્યાર સુધી પૂનમ પાંડે આ પ્રતિક્રિયાઓ પર મૌન હતી. પરંતુ હવે તેણે પોતાનું મૌન તોડ્યું છે
 
 
પબ્લિસિટીની જરૂર નથી
પૂનમે કહ્યું કે તેણે આ પબ્લિસિટી માટે નથી કર્યું. તેને કોઈ પબ્લિસિટીની જરૂર નથી. તે જાણતી હતી કે ખોટા મોતના સમાચાર પર તે આ રીતે ટ્રોલ થશે. પરંતુ તેણે તે એક સારા કારણ માટે કર્યું. જેમ જેમ લોકોને તેમના મૃત્યુની જાણ થઈ, દરેક વ્યક્તિ સર્વાઇકલ કેન્સર વિશે જાણવા માંગે છે.
 
 
પીઆર વિશે કહી આ વાત 
પૂનમે કહ્યું કે તેનો પીઆર આમાં સામેલ નથી અને તેને આ કરવા માટે કોઈએ પૈસા આપ્યા નથી.
 
તમે ખોટી અફવાઓ કેમ ફેલાવી?
 
અભિનેત્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે આ મામલે સંવેદનહીન નથી કારણ કે તેણે તેની માતાને ગળાના કેન્સરથી પીડિત જોયા છે અને તેણે જોયું છે કે તે કેટલું મુશ્કેલ છે. તેણે કહ્યું કે તે એક સારા કારણ માટે હતું. સર્વાઇકલ કેન્સર એ રોકી શકાય તેવું કેન્સર છે, છતાં ઘણી સ્ત્રીઓ તેનાથી મૃત્યુ પામે છે.