સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2016 (14:21 IST)

મલાઈકાએ અરબાઝ પાસે છુટાછેડાના બદલે માંગ્યા 15 કરોડ રૂપિયા, ખાન ફેમિલી પરેશાન

મલાઈકા અરોરા ખાન અને અરબાજ વચ્ચે બ્રાંદ્રાના ફેમિલી કોર્ટમાં સંધિ ન થઈ શકી. મલાઈકા છુટાછેડા લેવા પર અડગ છે. મલાઈકાએ એલુમની અમાઉંટના રૂપમાં અરબાજ પાસેથી 15 કરોડ રૂપિયા માંગ્યા છે. તેમા જુદી જુદી એમાઉંટનો સમાવેશ છે. એવુ કહેવાય છે કે મલાઈકાની માંગથી ખાન ફેમિલી પરેશાન છે.  મલાઈકા અને અરબાઝના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. મલાઈકાએ કોર્ટમાં શુ ડિમાંડ કરી... 
 
- સૂત્રોના મુજબ મલાઈકાએ કોર્ટ પાસેથી લગભગ 15 કરોડની એલુમિની રકમ માંગી છે. તેમા જુદા જુદા એમાઉંટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
- મલાઈકાએ કોર્ટ દ્વારા જે વસ્તુઓની ડિમાંડ કરી છે તેમા આ વસ્તુઓનો સમાવેશ છે. 
- મુંબઈના પૉશ બાંદ્રા વિસ્તારમાં 1 ફ્લેટ. તેની કિમંત લગભગ 3.5 કરોડ રૂપિયા છે. 
- પુત્રના નામ પર 2.5 કરોડની ફિકસ્ડ ડિપોઝીટ 
- પુત્રના જ નામ પર 2 કરોડની કાર 
- પુત્રના અભ્યાસ માટે દર મહિને 5 લાખ રૂપિયા (21 વર્ષની વય સુધી) 
- ખુદને માટે 5 કરોડ રૂપિયાની એલુમિની 
- ઉલ્લેખનીય છે કે એલુમિની અમાઉંટ એ હોય છે જે છુટાછેડા પછી પુરૂષ મહિલાને આપે છે. 
 
મલાઈકાની ડિમાંડ પૂરી નથી કરી શકતા અરબાજ 
-સૂત્રોના મુજબ અરબાજના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કહી દીધુ છે કે અરબાજ મલાઈકાની ડિમાંડ પૂરી કરવાના કાબિલ નથી. તેમનુ કેરિયર સ્થિર થઈ ગયુ છે અને જે ફિલ્મો એક પ્રોડ્યૂસરના રૂપમા બનાવી તેનો પૈસો ભાઈ સલમાને આપ્યો હતો. 
- સૂત્રોના મુજબ અરબાઝ કોર્ટને બતાવી ચુક્યા છે કે તેમણે પોતાના લગ્ન બચાવવાની પુરી કોશિશ કરી. પણ મલાઈકા છુટાછેડાનુ મન બનાવી ચુકી હતી. 
- હાલ કોર્ટે બંનેની વાત સાંભળી છે. અને બંનેને એલુમિની એમાઉંટ પર વિચાર કરવાનુ કહ્યુ છે. 
 
વિવાદિત એડથી નિકટ આવ્યા હતા અરબાઝ-મલાઈકા 
 
- 1993માં મિસ્ટર કોફી ના એડ શૂટ માટે મલાઈકા-અરબાઝને સાથે સાઈન કરવામાં આવ્યા હતા. એડ ખૂબ બોલ્ડ હતી. તેને લઈને ખૂબ વિવાદ પણ થયો હતો. 
- આ પ્રોજેક્ટ પછી બંનેમાં નિકટતા વધી. કેટલાક આલ્બમમાં પણ તેઓ સાથે જોવા મળ્યા. 5 વર્ષ ડેટિંગ પછી 1998માં તેમણે લગ્ન કર્યા. 
 
અરબાઝ કરતા 6 વર્ષ નાની છે મલાઈકા.. 
 
- મલાઈકા અરબાઝ કરતા 6 વર્ષ નાની છે. તેમનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ ચેંબૂર(મુંબઈ)માં થયો હતો. અરબાઝનો જન્મ 4 ઓગસ્ટ 1967ના રોજ પુણેમાં થયો હતો. 
- મલાઈકા વ્યવસાયે એક્ટ્રેસ ડાંસર અને વીજે છે.  જ્યારે કે અરબાજને ફિલ્મ પ્રોડક્શન, ડાયરેક્શન અને એક્ટિંગ માટે ઓળખાય છે. 
- મલાઈકા લગ્ન પહેલા થી જ ક્રિશ્ચિયનિટીને ફોલો કરે છે.  ઉલ્લેખનીય છે કે તેમના પિતા પંજાબી અરોડા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે કે મા મલયાલી કૈથોલિક ફેમિલીની છે.