મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (11:57 IST)

યૌન ઉત્પીડન - એક્ટ્રેસે સંભળાવી આપવીતી, બોલી - મા કાર ચલાવી રહી હતી અને મારી સ્કર્ટની અંદર...

મુંબઈ. કૉમેડિયન અને એક્ટ્રેસ મલ્લિકા દુઆએ તાજેતરમાં જ સોશિયલ સાઈટ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે. જેમા તેમણે યૌન ઉત્પીડનને લઈને આપવીતી સંભળાવી છે. તેણે લખ્યુ - Me Too..."મારી જ કારમાં થયુ.. મારી મમ્મી કાર ચલાવી રહી હતી અને એ પાછળની સીટ પર બેસ્યો હતો. તેનો હાથ પૂરો સમય મારા સ્કર્ટની અંદર હતો. હુ એ સમયે 7 વર્ષની હતી. મારી બહેન 11 વર્ષની હતી.. તેનો હાથ મારા સ્કર્ટની અંદર બધા સ્થાન પર અને મારી બહેનની પીઠ પર પણ ગયો... મારા પપ્પા બીજી કારમાં હતા. પપ્પાએ એ જ રાત્રે તેનુ મોઢુ તોડી નાખ્યુ હતુ.." 
 
ઉલ્લેખનીય છે કે હૉલીવુડ પ્રોડ્યૂસર વીનસ્ટીન પર યૌન શોષણ લાગેલ આરોપો પછી સોશિયલ મીડિયા પર Me Too...કૈપેન ચાલી રહ્યુ છે. જેમા દુનિયાભરમાંથી યૌન ઉત્પીડનની શિકાર મહિલાઓ Me Too...લખીને પોતાનો અનુભવ શેર કરી રહી છે. મલ્લિકા આ પહેલા ઉબર કૈબમાં પોતાની સાથે થયેલ ગૈરવર્તણૂક વિશે પણ સોશિયલ મીડિયામાં બતાવી ચુકી છે. 
 
ઉલ્લેખનીય છે કે ધ ગ્રેટ ઈંડિયન લાફ્ટર ચેલેંજ સતત ટીઆરપીની દોડમાં ગબડી રહ્યુ છે. અક્ષય કુમારના આ શો નો ચેહરો બનીને નવા રૂપમાં તેને લાવ્યા છતા આ શો ટીઆરપીમાં કશુ કરી શક્યુ નહી..