સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (13:22 IST)

પહેલીવાર સામે આવ્યો પ્રિયંકા ચોપરાની પુત્રીનો ચેહરો, ફોટો જોઈને ફેંસ બોલ્યા કોણા જેવી લાગે છે માલતી

malti merry
Malti Marie Chopra Jonas Photos: ખૂબ રાહ જોયા પછી છેવટે પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મૈરી ચોપડા જોનાસનો ચેહરો પોતાના ફેંસને બતાવી દીધો છે. અભિનેત્રીએ એક ખાસ પ્રસંગ પસંદ કર્યો. નિક જોનાસ અને તેમના ભાઈઓ કેવિન અને જો જોનાસ બ્રધર્સના વૉક ઓફ ફેમ સમારંભમાં સામેલ થયા. આ અવસર પર પ્રિયંકાના ખોળામાં પુત્રી માલતી મૈરી જોવા મળી.  આ ખાસ પ્રસંગ પર માલતી સાથે તેમનો આખો પરિવાર એટલે કે કાકા-કાકી, કઝિન સોફી ટર્નર, ડેનિયલ જોનાસ અને તેમની પુત્રીઓ પણ સાથે જોવા મળી. 

 
 જેવી જ જોનાસ બ્રધર્સ એ મંચ સંભાળ્યો, પ્રિયંકા તેમની પુત્રી માલતી મૈરી અને પરિવારના અન્ય સભ્ય સૌથી આગળ બેસેલા જોવા મળ્યા. તેમણે ત્રણેય પૉપ સ્ટાર્સ માટે જોર જોરથી ચીયર કર્યુ. તસ્વીરોમાં પ્રિયંકા માલતીને પોતાના ખોળામાં પકડીને બેસેલી જોવા મળી છે અને માલતી પણ ઉત્સાહથી ચારે બાજુ જોઈ રહી છે.  તે એક સુંદર હેયરબેંડ સાથે બેજ કલરમાં એક કો-ઓર્ડ સેટ પહેરેલ દેખાય રહી છે. સોશિયલ મીડિયા પર હવે માલતી મારીની તસ્વીરો વાયરલ થઈ ગઈ છે. 
 
શુ બોલી પ્રિયંકા 
 
પ્રિયંકાએ ઈસ્ટાગ્રામ પર ઈવેંટની એક તસ્વીર અને વીડિયો પોસ્ટ કરતા લખ્યુ, સો પ્રાઉડ ઓફ યૂ માય લવ ! શુભેચ્છા .. આ પોસ્ટ પર હવે હોલીવુડથે એલઈને બોલીવુડ સેલેબ્સ અને ફેંસના કમેંટનુ પુર આવી રહ્યુ છે. 
 
સરોગેસીથી થયો હતો પુત્રીનો જન્મ 
 
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 2018મા 1 અને 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં ઈસાઈ અને હિન્દી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. પછી આ કપલે દિલ્હી અને મુંબઈમાં બે રિસેપ્શન પણ આયોજીત કર્યા. ગયા વર્ષની શરૂઆતમાં દંપતિએ સરોગેસી દ્વારા પોતાની પુત્રી માલતી મૈરી ચોપડા જોનાસનુ સ્વાગત કર્યુ.