રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2023 (13:17 IST)

Kailash Kher: કર્નાટકમાં લાઈવ કોંસર્ટના દરમિયાન કૈલાશ ખેર પર હુમલો, પોલીસએ આરોપીઓની કરી ધરપકડ

પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરનાર સિંગર કૈલાશ ખેર પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કૈલાશ ખેર હાલમાં જ કર્ણાટકમાં હમ્પી ઉત્સવ 2022ના લાઈવ કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા.
 
અહેવાલો અનુસાર, રવિવારે કૈલાશ ખેરના કોન્સર્ટ દરમિયાન, બે અજાણ્યા લોકોએ ગાયક પર બોટલ ફેંકી હતી. ગાયક પર થયેલા આ અચાનક હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. 
 
પોલીસ અહેવાલો અનુસાર, બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જો કે, આ સમગ્ર મામલે કૈલાશ ખેર અને તેની ટીમ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.