બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (11:35 IST)

Pathaan Review: એકવાર ફરી ચાલ્યો શાહરૂખ ખાનનો જાદુ, જાણો દર્શકોને કેવી લાગી ફિલ્મ

આતુરતાનો આવ્યો અંત ! છેવટે સિનેમાઘરોમાં આજે 4 વર્ષ પછી શાહરૂખ ખાનની ફિલ્મ 'Pataan' સાથે ધમાકેદાર એંટ્રી થઈ ચુકી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો પ્રથમ શો જોનારા તેનો રિવ્યુ શેયર કરી રહ્યા છે. જેને જોઈને લાગી રહ્યુ છે કે પઠાન પર બૉયકૉટની અસર થઈ નથી. ફિલ્મને જોકા માટે સિનેમાઘરની બહાર લોકો પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે. શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાનની એડવાંસ બુકિંગ પણ અત્યાર સુધી રેકોર્ડ તોડ્યા છે.  દર્શક શાહરૂખ ખાનને 4 વર્ષ પછી મોટા પડદા પર જોવા માટે બેકરાર હતા અને સિનેમાઘરમાં બહાર દેખાય રહેલી ભીડથી લાગી રહ્યુ છે કે ફિલ્મ સુપરહિટ થવાની છે. આવો જોઈએ 'Pathaan' ને ટ્વિટર પર કેવો રિવ્યુ મળી રહ્યો છે. 
 
એક યુઝરે ટ્વિટર પર સિનેમાઘરના બહારની તસ્વીર શેયર કરી છે. જેમા પરિવાર સાથે લોકો જોવા મળી રહ્યા છે. યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યુ , ફાઈનલી ઑડિએંસ 8 અને 9 વાગ્યાનો શો જોવા માટે પરિવાર સાથે સિનેમાઘર પહોચી રહ્યા છે. 
 
એક બીજા યુઝરે લખ્યુ, પઠાન એક જોરદાર થ્રિલર એક્શન ફિલ્મ છે. જેમા બધા પાત્રોનો દમદાર અભિયનય જોવા મળી રહ્યો છે. 

 
એક યુઝરે લખ્યુ, ફિલ્મ વિઝુઅલ ટ્વીટથી કમ નથી. જેમા શાહરૂખ ખાને અત્યાર સુધી સૌથી સારુ કામ કર્યુ છે.  બીજી બાજુ જૉન અને દીપિકાની એક્શન પણ દમદાર છે. ક્લાઈમેક્સ એવુ જે તમે વિચારી ન શકો. 
 
ફિલ્મ 'Pataan'  થી એવી આશા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ પહેલા દિવસે એટલે કે ઓપનિંગ ડે પર 30 થી 35 કરોડની કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે, જેની એક ઝલક તેના ટ્રેલરમાં પણ જોવા મળી હતી. ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ ધમાકેદાર છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત,  'Pataan'ને પણ પ્રજાસત્તાક દિવસ પહેલા રિલીઝનો લાભ મળી શકે છે. 

 
પોતાની કમબેક  ફિલ્મ પઠાનમા શાહરૂખ ખાન એક ભારતીય્ય ગુપ્ત એજંટના રોલમાં છે. જેનુ કોડનેમ પઠાન છે. બીજી બાજુ દીપિકા પાદુકોણ પણ કિંગ ખાનની જેમ જાસૂસ બની છે. બીજી બાજુ જૉન અબ્રાહમ એક ખતરનાક આતંકવાદીના રોલમાં છે. જે કૉન્ટ્રેક્ટ પર કશુ પણ કરવા માટે તૈયાર રહે છે. ફિલ્મના ટ્રેલર મુજબ આતંકવાદી જૉન ભારત પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાના છે. ભારતીહ્ય ગુપ્ત એજંસીઓને આની જાણકારી મળે છે. તો તેઓ તેનો સામનો કરવા માટે સૌથી કાબિલ એજંટ પઠાનને એક્ટિવ કરે છે. જૉન વિરુદ્ધ મિશનમાં પઠાનને દીપિકાનો પણ સાથ મળે છે.  શુ પઠાન પોતાના દેશને સૌથી ખતરનાક આતંકવાદીથી બચાવવાની જંગમાં સફળ થાય છે ? આ જાણવા માટે તમારે સિનેમાઘર જવુ પડશે.