શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 ઑગસ્ટ 2018 (10:13 IST)

હિંદી સિનેમાની ટ્રેજડી કવીન મીના કુમારીને ગૂગલનો સમ્માન આજે 85મો જનમદિવસ

હિન્દી સિનેમામાં 'ટ્રેજેડી ક્વીન' તરીકે ઓળખાતા નાયિકા મીના કુમારી આજે 85 મા જન્મદિવસ છે.  તે ફિલ્મ અભિનય અને અદ્ભુત સુંદરતા માટે ફિલ્મ ઈંડસ્ટ્રીની સાથે સાથે લોકોના દિલમાં હજી પણ જીવંત છે. ફક્ત એક નજર જોઈ બધાને ઘાયલ બનાવતી એક્ટ્રેઅ, મીના કુમારીને યાદ કરતાં, ગૂગલે એક શાનદાર ડૂદલ બનાવ્યું છે. આશરે ત્રણ દશક સુધી  બોલિવૂડ પર રાજ કરતી મીના કુમારીએ ઘણી ફિલ્મોમાં એવું અભિનય કર્યું કે લોકો આજ સ્ય્ધી તેમને ભુલાવી શકયા નથી. ફિલ્મ 'સાહિબ બીબી ઔર ગુલામ' ના ગીત ના જાઓ સૈયા છુડાકે બૈયાં .. માટે ચાહકો આજે પણ "તેમને યાદ કરીએ છે.
તમને  જણવીએ કે મીના કુમારીનો જન્મ મુંબઈમાં 1 ઓગસ્ટ, 1932 એ થયો. તેનું વાસ્તવિક નામ મહજીબી બાનો  હતું. તેમના પિતા અલી બખ્સ પારસી થિયેટર અભિનેતા હતા અને માતાએ થિયેટરમાં અભિનય કરતી હતે. સૂત્રો પાસેથી માહિતી અનુસાર, મીના કુમારીનું બાળપણ આર્થિક કટોકટીમાંથી પસાર થયું હતું. તેમણે જીવનની વાસ્તવિક પીડા સહન કરી હતી, તેથી તેમની ફિલ્મોમાં ઉદાસીનતાના દ્રશ્યો તેમના અભિનય દ્વારા જીવંત બન્યા હતા. મીના કુમારીએ સૌથી વધુ ઉદાસી કથાઓ પર આધારિત ફિલ્મોમાં કામ કર્યું છે. એટલા માટે તેમને હિન્દી ફિલ્મોના 'ટ્રેજેડી ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે.