મીના કુમારીને જોઈને ડાયલોગ્સ ભૂલી જતા હતા રાજકુમાર, જાણો ક્યા-કયા અભિનેતા હતા તેમના પ્રેમમાં પાગલ
90 ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય કરીને ધમાલ મચાવનારી મીના કુમારીને ટ્રેજેડી ક્વીનના નામથી દરેક કોઈ જાણે છે. પણ તેમના દમદાર અભિનયે બોલીવુડમાં તેમને નવુ નામ પણ આપ્યુ હતુ એ હતુ ફીમેલ ગુરૂ દત્ત. મીના કુમારીને નામ, ઈજ્જત, શોહરત, કાબેલિયત, રૂપિયા, પૈસા બધુ જ મળ્યુ... પણ ન મળી શક્યો સાચો પ્રેમ.. મીના કુમારીએ પોતાની સુંદરતાથી કરોડો લોકોને પોતાના દિવાના બનાવ્યા. ઉલ્લેખનીય છે કે મીના કુમારી સાથે દરેક કલાકાર કામ કરવા માંગતા હતા. એટલુ જ નહી તેમના એવા કેટલાય દિવાના પણ હતા જે તેમના પ્રેમમાં પાગલ હતા. તેમના 85માં જન્મદિવસ પર અમે તમને બતાવીશુ કે કયા કયા એક્ટર્સ તેમના પ્રેમમાં પાગલ હતા
મીના કુમારીને જોઈને રાજકુમાર ભૂલી જતા હતા ડાયલોગ્સ
મીના કુમારી એટલી સુંદર હતી કે અનેક એક્ટર્સ તેમના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. એટલુ જ નહી પોતાના જમાનાનાં સુપરસ્ટાર રાજકુમાર સેટ પર મીના ડાયલોગ્સ બોલતી કે એક્ટિંગ કરતી તો રાજકુમાર એકીટસે તેમને જોતા રહેતા અને અનેકવાર તો તેઓ પોતાના ડાયલોગ્સ જ ભૂલી જતા હતા.
કમાલ અમરોહી હતા પ્રેમમાં પાગલ
મીના કુમારી એ પોતાની એક્ટિંગના દમ પર એક એવો ઈતિહાસ રચ્યો જેને ભુલી શકવો કોઈને માટે શક્ય નથી. મીનાની અસલી ઓળખ 1952માં આવેલ ફિલ્મ બૈજુ બાવરા દ્વારા મળી. મીના કુમારીની મુલાકાત 1951માં કમાલ અમરોહી સાથે થઈ હતી. એ દરમિયાન મીના કુમારીનો કાર અકસ્માત થયો હતો. ત્યારે કમાલ સાહેબે મીના કુમારીનુ ખૂબ ધ્યાન રાખ્યુ હતુ. જેને કારણે બંને નિકટ આવી ગયા. વર્ષ 1952મા મીના કુમારી અને કમાલ અમરોહીએ ગુપચુપ નિકાહ કરી લીધા હતા પણ આ લગ્ન વધુ દિવસ સુધી છુપા ન રહી શક્યા. ધીરે ધીરે મીના કુમારી અને કમાલ વચ્ચે અંતર વધતુ ગયુ અને પછી 1964માં મીના કુમારી કમાલથી અલગ થઈ ગઈ.
ધર્મેન્દ્ર સાથે અફેયર પણ રહ્યો ચર્ચામાં
કમાલ અમરોહીથી અલગ થયા પછી મીના કુમારી ધર્મેન્દ્રના નિકટ આવી. ધર્મેન્દ્રને પાકિઝા માટે સાઈન કરવામાં આવ્યો હતો પણ તેમના અને મીનાના અફેયરની ચર્ચાને કારણે કમાલે ગુસ્સામાં ધર્મેન્દ્ર ફિલ્મમાંથી બહાર કર્યો હતો. મીના કુમારી જેવી સુપરસ્ટૅઅર સાથે ફિલ્મો કરીને ધર્મેન્દ્રએ પોતાનુ કેરિયર ઉભુ કર્યુ હતુ. એવુ કહેવાય છે કે જો મીના કુમારી ન હોત તો ધર્મેન્દ્ર આટલો મોટો સ્ટાર ન બની શકતો. પછીના વર્ષોમાં ધર્મન્દ્રએ પણ મીના કુમારીના આ યોગદાનને કબુલ્યુ હતુ. ધર્મેન્દ્ર મીના કુમારીને પ્રેમ કરતા હતા.
ભારત ભૂષણે પણ કર્યો હતો પ્રેમનો એકરાર
વિજય ભટ્ટે ભારત ભૂષણ મીના કુમારીને લઈને ઓછી બજેટમાં બૈજુ બાવરા બનાવી. બૈજૂ બાવરામાં તેમના નાયક ભારત ભૂષ્ણે પણ મીના કુમારી સામે પ્રેમનો એકરાર કર્યો હતો પણ મીનાનુ દિલ તો કમાલ સાહેબ માટે ધડકતુ હતુ. ઈશ્કના નિષ્ફળ મીના આ ગમને ભૂલાવવા માટે દારૂના નશામાં રહેવા લાગી. વધુ દારૂ પીવાને કારણે તેને લિવર સિરોસિસની બીમારી થઈ ગઈ અને ફિલ્મ પાકિઝા રિલીઝ થવાના થોડા અઠવાડિયા પછી જ 31 માર્ચ 1972ના રોજ ફક્ત 39 વર્ષની વયે જ તેનુ નિધન થઈ ગયુ.