રઈસ મારા પિતાની સ્ટોરી, પ્રોડ્યૂસર આપે 101 કરોડ રૂપિયા : ડૉનના દીકરાની માંગણી

raees
Last Updated: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (16:54 IST)
શાહરૂખખાનની ફિલ્મ બુધવારે રિલીજ થઈ ગઈ.  સાંભળવા મળી રહ્યુ છે કે  આ ફિલ્મ 1990ના દશકમાં અમદાવાદના ડોન રહી ચુકેલ અબ્દુલ લતીફની જીવની પર બનેલી  છે. લતીફના દીકરા મુશ્તાકે પણ આ દાવા કર્યા છે. તેણે હાઈકોર્ટમાં રીટ પીટીશન નોંધાવીને ફિલ્મ મેકર્સ પર 101 કરોડ રૂપિયાનો દાવા કર્યા 
છે. કહેવાઈ રહ્યુ છે કે લતીફ એક સમયે દાઉદ ઈબ્રાહિમ માટે પણ કામ કરી ચૂક્યો હતો. બીજી તરફ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક શહેરોમાં રઈસના વિરોધમાં પ્રદર્શન થયુ છે.

લતીફના ડરથી ભાગી ગયો હતો દાઉદ.... 
- કહેવાય છે કે લતીફ દાઉદ ઈબ્રાહિમ માટે પણ કામ કરતો હતો. તેમના વચ્ચે એક વાર ગેંગવાર પણ થયું હતું. જેમાં દાઉદને ભાગવું પડ્યું હતું. દાઉદના માટે તેણે તસ્કરી અને લૂટ પણ કરી હતી. 
- મુશ્તાકનું  કહેવું છે કે એ આરએસએસમાં રહી ચૂક્યો  છે. પણ સમયની કમીને કારણે તેને તે છોડી દીધુ. -1993માં થયેલ મુંબઈ બ્લાસ્ટમાં પણ અબ્દુલ લતીફનું નામ સામે આવ્યું હતું. 
- ગુજરાતમાં મશહૂર છે લતીફના કિસ્સા 


આ પણ વાંચો :