મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (11:56 IST)

પૂનમ પાંડે હોસ્પિટલમાં દાખલ, પતિ પર લગાવ્યો મારપીટનો આરોપ, પોલીસે કરી ધરપકડ

મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) ના પતિ સૈમ બોમ્બે (Sam Bombay arrested) ને મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. સૈમ બોમ્બેને પૂનમ પાંડે સાથે કથિત રૂપે મારપીટના આરોપોને કારણે ધરપકડ કરવામાં આવી છે. પૂનમ પાંડી પતિ સૈમ (Poonam Pandey molested by husband) પર મારપીટ કરવાનો આરોપ લગાવતા તેના વિરુદ્ધ મુંબઈ પોલીસમાં કેસ નોંધાવ્યો છે. 
 
એએનઆઈ મુજબ પોલીસે જણાવ્યુ કે કેસ નોંધવ્યા પછી પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પૂનમ પાંડેને માથા પર, આંખો પર અને ચેહરા પર ખૂબ વાગ્યુ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યુ કે સૈમ બોમ્બેના વિરુદ્ધ આઈપીસીની ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

સપ્ટેમ્બર 2020માં પણ મારપીટ, થઈ હતી ધરપકડ 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સૈમ બોમ્બેની પૂનમ પાંડને મોલેસ્ટ કરવા અને મારપીટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ વાત સપ્ટેમ્બર 2020ની છે. એ સમયે પૂનમ પાંડે દ્વારા કેસ નોંધાવ્યા બાદ સૈમ બોમ્બેને ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી. પૂનમ પતિ સૈમ સાથે ગોવા હનીમૂન પર ગઈ હતી અને હનીમૂન પર જ તેની સાથે મારઝૂડ કરવામાં આવી. 
 
 
પોલીસમાં નોધાવેલ ફરિયાદ મુજબ, પૂનમ પાંડેએ ફરિયાદમાં કહ્યુ હતુ કે તેમના પતિ સૈમ બોમ્બેએ તેમને મોલેસ્ટ કર્યા અને મારઝૂડ કરી. એટલુ જ નહી પૂનમે એ પણ કહ્યુ કે સૈમ બોમ્બી તેમને અંજામ ભોગવવાની પણ ધમકી આપી છે. 
 
10 સપ્ટેમ્બરે કર્યા હતા લગ્ન 
 
પૂનમ પાંડે અને સૈમ બોમ્બેએ સપ્ટેમ્બર 2020માં ચૂપચાપ લગ્ન કર્યા હતા અને પછી સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી હતી.