ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (10:43 IST)

રેડ બિકિનીમાં મૌની રોયે લગાવી આગ, સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતા આપ્યા પોઝ

બોલિવૂડની દિવા મૌની રોયે ટીવી ઉદ્યોગમાં એક વિશેષ સ્થાન અને ઓળખ બનાવ્યા પછી ફિલ્મ જગતમાં પગ મૂક્યો. આ ઈન્ડસ્ટ્રીમાં પણ તેમણે પ્રેક્ષકોમાં પોતાનું સ્થાન બનાવ્યું અને તેનું દિલ જીતી લીધું. તે અભિનયથી લઈને તેના લૂકને લઈને ચર્ચામાં રહી. ફેશન ગેમ પણ તેમનો ઓનપોઈંટ રહ્યો. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ તેણે દરિયા કિનારે લહેરો સાથે રમતા કેમેરામાં અનેક પોઝ આપ્યા. આ તસવીરો મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમની અદાઓ અને પર્સનાલિટીના વખાણ કરતાં થાકતા નથી.
 
મૌની રોયના ઇન્સ્ટાગ્રામ પર 15.9 મિલિયન (એક કરોડ 50 લાખ) થી વધુ ફોલોઅર્સ છે.  રેડ કલરની બિકીની પહેરેલ મૌની રોય ખૂબ જ હોટ લાગી રહી છે. પહેલો ફોટો શેર કરતી વખતે મૌની રોયે કેપ્શનમાં લખ્યું, "સૂરજને પકડો." આ પછી, અન્ય ફોટાઓ શેર કરતી વખતે, મૌની લખે છે, "ગીતની જેમ સમુદ્રમાં પક્ષી" મૌની રોય દુબઈમાં છે. તે સૂર્યાસ્તની મજા માણતી જોવા મળી રહી છે.
 
મૌની રોયની કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગોલ્ડ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, યશ સ્ટારર 'કેજીએફ' માં ગીત  'ગલી ગલી' થી દરેકનું દિલ જીતી લીધું. 'ગોલ્ડ' સિવાય મૌની જ્હોન અબ્રાહમ સાથે 'રોમિયો અકબર વોલ્ટર'માં પણ જોવા મળી છે. સાથે જ મૌનીએ ઓટીટી પર લંડન કૉન્ફિડેંશિયલ માં પણ પોતાનો જલવો બતાવશે.  ઉલ્લેખનીય છે કે મૌની ટૂંક સમયમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં જોવા મળશે.