સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (17:56 IST)

મુંબઈ. ફાઈવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે બર્થડે ઉજવી રહી હતી આ અભિનેત્રી, પોલીસે કરી ધરપકડ

મુંબઈમાં એક બોલીવુડ અભિનેત્રીને પોતાનો જન્મદિવસ પર ડ્ર્ગ્સ સાથે પાર્ટી કરવી મોંઘી પડી ગઈ. પાર્ટી જ્યારે પોતાના ચરમ પર હતી, ત્યારે પોલીસને કોઈએ ગુપ્ત રીતે માહિતી આપી દીધી. જેના આધાર પર પોલીસની ટીમે મોડી રાત્રે હોટલમાં છાપા માર્યા અને અભિનેત્રીને તેના મિત્ર સાથે ધરપકડ કરી લીધી. અભિનેત્રીની ઓળખ નાઈરા નેહલ શાહના રૂપમાં થઈ છે. 
 
મામલો મુંબઈના સાંતાક્રુજ પોલીસ મથક વિસ્તારનો છે. જ્યા એક ફાઈવ સ્ટાર હોટલમાં બોલીવુડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવી રહી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાન રાતે હોટલમાં છાપા મારીને આ મામલાનો ખુલાસો કર્યો. 
 
 
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે રવિવારે રાત્રે લગભગ 3 વાગે એક ફાઈવ સ્ટાર હોટલમાં રેડ કરવામાં આવી. ત્યા બોલીવુડમા નાના રોલ ભજવનારી અને તેના મિત્રને ડ્રગ્સનુ સેવન કરતા રંગે હાથે પકડવામાં આવ્યા. સાંતક્રૂઝ પોલીસે આ સંબંધમાં એનડીપીએસ એક્ટ હેઠળ મામલો નોંધ્યો છે. 
 
સાંતાક્રુઝ પોલીસના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ્વર ગનોરેને ગુપ્ત સૂચના મળી હતી કે એક બોલીવુડ અભિનેત્રી પાંચ સિતારા હોટલમાં પોતાના મિત્રો સાથે પાર્ટે કરી રહી છે. જેમા ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.