ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (16:55 IST)

વિદ્યા બાલન પહેલા કંગના રનૌતને ઓફર થઈ હતી ડર્ટી પિક્ચર, અભિનેત્રીએ કહ્યુ, હુ તેને જજ ન કરી શકી

મુંબઈ બોલીવુડની બિંદાશ અભિનેત્રીએ ફિલ્મ ધ ડર્ટી પિક્ચર(The Dirty Picture)ને લઈને મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ આપેલા ઈંટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યુ કે ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચરમાં એક એડલ્ટ સ્ટર સિલ્કનુ પઆત્ર વિદ્યા બાલન પહેલા તેને ઓફર થઈ હતી.  પણ તેને એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. 
 
- કંગના રનૌતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેને આ ઓફર અગાઉ મળી હતી પરંતુ તેણે તે કરવાની ના પાડી. તેણે કહ્યું કે તે વિદ્યા બાલન કરતા સારો અભિનય નહોતી કરી શકતી. આ ફિલ્મમાં તેમના અભિનય ખૂબ જ આશ્ચર્યજનક હતો. . આ ફિલ્મમાં વિદ્યા બાલનની સિલ્કની ભૂમિકા નિભાવવા માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો.
 
કંગના રનૌત (Kangana Ranaut) એ કહ્યુ, આ   સાચુ નથી પણ મને લાગે છે કે ધ ડર્ટી પિક્ચર, જેવુ કે હુ હંમેશા કહુ છુ ખૂબ જ સારી હતી પણ  મને નથી લાગતુ કે હુ  વિદ્યા બાલન કરતા સારો અભિનય ન કરી શકતી. કારણ કે ફિલ્મ ખૂબ જ સારી હતી. હા પણ ઘણીવાર મને લાગે છે કે મે ફિલ્મને પોટેંશિયલ ન જોઈ.  હુ ડર્ટી પિક્ચરમાં તક જોવામાં નિષ્ફળ ગઈ. પણ મને તેનો કોઈ અફસોસ નથી. 
 
કંગના રનૌતે વધુમાં કહ્યું કે, "મેં ક્યારેય રાજકુમાર હિરાની અથવા સંજય લીલા ભણસાલી અથવા તો ધર્મા પ્રોડક્શન્સ, વાયઆરએફ કે અન્ય કોઈ ખાન ફિલ્મ્સની કન્વેન્શનલ ફિલ્મ્સ નથી કરી. આમાંથી કોઈ પણ ફિલ્મમાં મેં ક્યારેય કામ કર્યું નથી છતાં હું ટોચની અભિનેત્રી છું.જેણે ખુદ પોતાનું નામ કમાવ્યું છે. આ એક કેસ સ્ટડી છે. " કંગના રાનાઉતે હાલમાં જ બોલિવુડમાં પોતાના 15 વર્ષ પૂરા કર્યા છે. તેણે ફિલ્મ 'ગેંગસ્ટર' થી શરૂઆત કરી હતી.