બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (18:37 IST)

માતા-પુત્રના સુંદર સંબંધોને દર્શાવતી વિદ્યા બાલનની ફિલ્મ 'નટખટ' Oscar ની દોડમાં

અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં પ્રદર્શન અને પુરસ્કાર જીત્યા પછી વિદ્યા બાલન સ્ટારર શોર્ટ ફિલ્મ નટખટને 2021 માટે ઓસ્કર  (Oscar award) માટે નામાંકિત કરવામાં આવી છે. આ સમાચારથી ફિલ્મના નિર્માતા રૉની સ્ક્રુવાલા અને વિદ્યા બાલન અને નિર્દેશક શાન વ્યાસની ખુશીથી ફુલ્યા નથી સમાય રહ્યા. 
 
નટખટની સંપૂર્ણ યાત્રા 
 
વર્ષ 2020માં કોવિડ-19 મહામારીને કારણે નટખટને દુનિયાભરમાં અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં તેની વર્ચુઅલી સ્ક્રીનિંગ કરવામાં આવી. ટ્રિબેકા કે. વી આર વન : એ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ (2 જૂન 2020)માં તેની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. આ ફિલ્મ જર્મન સ્ટાર ઓફ ઈંડિયા એવોર્ડને પણ પોતાના નામે કરવામાં સફળ રહી. આ શોર્ટ ફિલ્મને લંડન અને બર્મિધમમાં લંડન ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલ (17-20 સપ્ટેમ્બર 2020), સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (16-23 ઓક્ટોબર 2020) ની શરૂઆત આ ફિલ્મ દ્વારા થઈ હતી. બેસ્ટ ઓફ ઈંડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (7 નવેમ્બર 2020)માં નટખટને વિજેતા જાહેર કરવામાં આવી હતી અને તેને વર્ષ 2021ના ઓસ્કર માટે પણ નામાંકિત કરવામાં આવી છે. 
 
33 મિનિટનો છે સમય 
 
ઈટલીના ગિફોની ફિલ્મ ફેસ્ટિવલમાં એક ચાઈલ્ડ જ્યુરી એંજેલિકા લા રોક્કા કહે છે, આ શોર્ટ ફિલ્મ એકદમ પરફેક્ટ છે. નટખટ કુપ્રથાઓ અને પિતસત્તાના સામાજીક સંકટ વિરુદ્ધ એક શક્યત સમાધાન ના વિચારને પુષ્ટ કરે છે. એ બતાવે છે કે ઘરમાં બાળકોનુ પાલન પોષણ જ વાસ્તવિક રૂપમાં શિક્ષાની શરૂઆત છે. 33 મિનિટ લાંબી આ શોર્ટ ફિલ્મ રેખાકિંત કરે છે કે ઘર એ સ્થાન છે જ્યા આપણે એ મૂલ્યોને શીખીએ છીએ જે આપણને આકાર આપે છે અને જે આપણને બનાવે છે.. 
 
 
આ છે સ્ટોરી 
 
એક એવી સ્ટોરી જ્યા એક માતા (વિદ્યા બાલન)નુ ધ્યાન પોતાના સ્કુલ જનારા પુત્ર સોનુ (સાનિકા પટેલ) પર જાય છે.  જે પોતાના પરિવારના પુરૂષોની જેમ જ બીજા જેંડર પ્રત્યે દુરાચાર અને અપમાનની ભાવના રાખે છે.  આ ફિલ્મ સ્સાથે નિર્માતા બનેલ વિદ્યા બાલને અહી પિતૃસત્તાત્મક સેટઅપમાં એક ગૃહિણીની ભૂમિકા ભજવી છે.  ફિલ્મમાં મા-પુત્રના સુંદર સંબંધોને બતાવ્યો છે, જેમા અનેક ઉથલ પાથલ સાથે એક સુખદ સ્પર્શ પણ થાય છે. 
 
વિદ્યા અને શાન વ્યાસનુ રિએક્શન 
 
નિર્દેશક શાન વ્યાસે આ ઉપલબ્ધિ પર કહ્યુ, નટખટને વસ્તુઓ બદલવા માટે ખૂબ શાંત, પણ શક્તિશાળી આગ્રહ સાથે બનાવાઈ છે. જેમા બતાવ્યુ છે કે બદલાવની શરૂઆત ઘરેથી જ  થાય છે.  ઓસ્કરની દોડ માટે આ પસંદગીથી અમે ખૂબ ખુશ છીએ. વિદ્યા બાલન જે બદલ કહે છે કે ઓસ્કર માટે ફિલ્મ પસંદ કરવાથી અમે ખૂબ જ ખુશ છીએ.  આ ફિલ્મ અવિશ્વસનીય રૂપથી મારા ખૂબ નિકટ છે કારણ કે તેમા મે એક કલાકાર અને નિર્માતાની ડબલ ભૂમિકા નિભાવવાની તક આપી છે.