શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016 (16:44 IST)

સંગીતકાર ખૈય્યામે પોતાના 90માં જન્મદિવસ પર 10 કરોડ રૂપિયાની સંપત્તિ દાન કરી

જાણીતા ગીતકાર ખૈય્યામે સમગ્ર સંપત્તિનુ દાન કરવાની જાહેરાત કરી છે. પોતાના 90માં જન્મદિવસ પર તેમણે સંપત્તિને ખૈય્યામ પ્રદીપ જગજીત ચૈરિટેબલ ટ્રસ્ટને દાન કરવાનુ એલાન કર્યુ. તેમની પાસે 10 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.  આ રકમ દ્વારા ફિલ્મ ઉદ્યોગના જરૂરી લોકોને અને કલાકારોને મદદ કરવામાં આવશે  તેમનુ આખુ નમ મોહમ્મદ જહૂર હાશમી છે. પણ તેઓ ખૈય્યામના નામથી જાણીતા થયા. આ વિશે તેમણે કહ્યુ, 'જીંદગીના 90માં વસંત પર મને લાગે છે કે દેશે મારે માટે ઘણુ બધુ કર્યુ. હવે સમય આવ્યો છે કે હુ મારા દેશ અને ફિલ્મ ઉદ્યોગ માટે કંઈક કરુ.  આ કારણ છે કે મે બધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય કર્યો છે. ખૈય્યામ લગભગ 4 દસકા સુધી બોલીવુડ ફિલ્મોમાં સંગીત આપ્યુ.  'કભી કભી, ઉમરાવ જાન અને બાજીગર' કેટલીક એવી જાણીતી ફિલ્મો છે જેમા ખૈય્યામે ધુન બનાવી. તેમણે ત્રણ વાર ફિલ્મફેયર સન્માન મળ્યુ.  સૌ પહેલા 1977 માં કભી કભી માટે પછી 1982માં ઉમરાવ જાન માટે અને 2010માં તેમને ફિલ્મફેયર લાઈફ ટાઈમ એચીવમેંટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 2011માં ખૈય્યામને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.