1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
  4. Nana Patekar last speech

'જવાનુ તો બધાને જ છે, હુ પણ આવતીકાલે રહુ કે ન રહુ..' મોતના 4 દિવસ પહેલા નાના પાટેકરનુ અંતિમ ભાષણ... VIDEO

Nana Patekar last speech
જાણીતા અભિનેતા નાના પાટેકરનું નિધન ફિલ્મ ઉદ્યોગ માટે મોટો આઘાત છે. નાનાએ આજે ​​સવારે 5:30 વાગ્યે આ દુનિયાને અલવિદા કહ્યું. આ દરમિયાન ગોવા ટુરિઝમ કાર્યક્રમમાં આપેલું તેમનું ભાષણ ચર્ચામાં છે. 4 ઓક્ટોબરના રોજ ગોવામાં એક કાર્યક્રમમાં નાનાએ ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમના નજીકના મિત્ર મનોહર પર્રિકરને યાદ કરતા જીવન વિશેના પોતાના વિચારો શેર કર્યા. નાના પાટેકરે કહ્યું કે દરેકનું જીવન સમાપ્ત થવાનું છે, દરેકે જવું જ પડે છે પરંતુ તે પહેલાં વ્યક્તિએ વિચારવું જોઈએ કે તે પોતાનું જીવન કેવી રીતે જીવવા માંગે છે.
 
Nana Patekar last speech

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો ઉલ્લેખ કરતા નાના પાટેકરે મનોહર પર્રિકરને પોતાના મિત્ર કહ્યા. તેમણે કહ્યું, “મનોહર પારિકર મારા મિત્ર હતા. આવા મિત્ર પર આપણને ગર્વ હોવો જોઈએ. પારિકર મારાથી નાના હતા, પરંતુ તેમનું વ્યક્તિત્વ અને ખાનદાની એવી હતી કે હું હંમેશા તેમને આદરથી જોતો હતો.


 

'આપણે ભાગ્યશાળી છીએ કે આવી વ્યક્તિ અહીં જન્મી'

મનોહર પારિકરની પ્રશંસા કરતા નાના પાટેકરે કહ્યું કે ગોવા અને દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે એક એવી વ્યક્તિ જે કંઈક કરવાનું સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે તે અહીં જન્મી. તેમણે કહ્યું કે મનોહર પારિકરે નાની ઉંમરે ઘણું બધું પ્રાપ્ત કર્યું અને પછી આ દુનિયા છોડી દીધી. કામ પ્રત્યેના તેમના જુસ્સાને યાદ કરતા નાના પાટેકરે કહ્યું કે તેમનામાં કંઈક કરવાનો જુસ્સો હતો.
 

'એક દિવસ બધાને જવાનુ છે.. ' 

પોતાના ભાષણ દરમિયાન નાના પાટેકરે જીંદગી અને મોતને લઈને પણ વાત કરી. તેમણે કહ્યુ કે કોઈને ખબર નથી કે તે આગલા દિવસે હાજર રહેશે કે નહી.  તેમણે કહ્યુ, જવાનુ તો બધાને છે. હુ પણ કાલે રહુ કે ન રહુ, કશુ ખબર નથી. દરેક કોઈની જીંદગીમાં આ સમય આવશે જ. નાનાએ જણાવ્યુ કે તેઓ 77 વર્ષના થઈ ચુક્યા છે અને તેમનુ 78 મુ વર્ષ શરૂ થવાનુ છે.  પણ વયના આ પડાવ પર પણ તેમને માટે સૌથી જરૂરી સવાલ એ છે કે માણસે પોતાના જીવનમાં શુ કરવાની કોશિશ કરી.  
 

ફક્ત પોતાના સુધી સીમિત રહીને જીવવુ છે તો એવા જ જીવો અને મરો 

 
નાનાએ કહ્યુ કે દરેક વ્યક્તિએ ખુદને આ સવાલ કરવો જોઈએ કે તેમણે જીવનમાં જે કરવાનુ હતુ, શુ તે કરી શક્યા છે અને શુ તેણે એ માટે કોશિશ કરી. જો જીવન ફક્ત પોતાના બાળકો, પત્ની અને ઘર સુધી સીમિત રહી જાય તો પછી જીવનનો દાયરો પણ એટલો સીમિત રહી જાય છે.   
 
નાના સિદાદે ડી ગોવા, ડોના પાઉલા માં ગેસ્ટ ઓફ ઑનર ના રૂપમાં બોલી રહ્યા હતા. જ્યા માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા.  એક વધુ વીડિયોમાં નાના પાટેકર કલાકારો સાથે તબલા વગાડતા અને તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.  
 
આગળનો લેખ
નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે અવસાન, બોલીવુડ ઈન્ડ્સ્ટ્રી આઘાતમાં ડૂબી