સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી
સલમાન ખાનને જીવથી મારવાની ધમકી આપનારો વ્યક્તિ વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાનો નિવાસી નીકળ્યો છે. પોલીસ મુજબ ધમકી આપનારો વ્યક્તિ માનસિક રોગી છે અને તેની પૂછપરછ માટ નોટિસ મોકલવામાં આવી છે એફઆઈઆર નોંધાયાના 24 કલાકની અંદર પોલીસે સંદેશ મોકલનાર વ્યક્તિને વડોદરામાંથી શોધી કાઢ્યો છે. પોલીસે જણવ્યુ કે વડોદરાના વાઘોડિયા તાલુકાના એક ગામનો નિવાસી 26 વર્ષીય વ્યક્તિનુ નામ મયંક પંડ્યા છે, જે માનસિક રોગી છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે વર્લીમાં પરિવહન વિભાગના નંબર પર ધમકી મોકલવામાં આવી જેમા અજ્ઞાત વ્યક્તિએ અભિનેતાને જીવથી મારવાની સાથે જ તેમની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. અભિનેતાને ધમકી મળ્યા બાદ વર્લી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેંટની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
વડોદરા જીલ્લા પોલીસ એસપી રોહન આનંદે જણાવ્યુ તકનીકી ગુપ્ત માહિતીનો ઉપયોગ કરતા અમે મયંક પડ્યાને તેના ઘરે ટ્રેક કર્યો. જો કે તે માનસિક બીમારીની સારવાર કરાવી રહ્યો છે. તેથી અમે તેને નોટિસ મોકલી છે અને તપાસમાં સામેલ થવાનુ કહ્યુ છે.