Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ
બોલીવુડ એક્ટર સલમાન ખાનને છેલ્લા કેટલાક મહિનાઓથી જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા તેમના ઘર પર ફાયરિંગ પણ થયુ હતુ. જેના પર તેમને ખુલ્લા મનથી વાત કરી છે. સલમાન ખાને કહ્યુ લોંરેંસ બિશ્નોઈ ગેંગ તરફથી જે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી તેથી સુરક્ષા વધારી અને આવવુ-જવુ પણ ઓછુ કરવુ પડ્યુ.
સલમાન ખાનની અવર-જવર થઈ ઓછી
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ 'સિકંદર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અંગે તેમણે બુધવારે મીડિયાને સંબોધન કર્યું. આ દરમિયાન સલમાનને સુરક્ષા વધારવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા સલમાન ખાને કહ્યું કે સુરક્ષાના કારણોસર રોજિંદા કામમાં સમસ્યા આવી રહી હતી. "હું સુરક્ષા અંગે કંઈ કરી શકતો નથી. શૂટિંગ દરમિયાન, હું ગેલેક્સીથી શૂટિંગ માટે જતો અને શૂટિંગ પછી ગેલેક્સી પાછો આવતો. જોકે, ધમકી પહેલા, સલમાન ખાન પણ કોઈપણ સુરક્ષા વિના રસ્તાઓ પર સાયકલ ચલાવતા જોવા મળ્યા છે."
તમે લોકો સારા છો એટલે એ સારા છે
ગ્રુપ ઈંટરવ્યુમા જ્યારે સલમાન ખાનને પુછવામા આવ્યુ કે શુ તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતામા છે. જેના પર સલમાન ખાને કહ્યુ, ભગવાન અલ્લાહ બધુ ઉપર છે. જેટલી ઉમંર લખી છે એટલી લખી છે. બસ આ જ છે. ક્યારેય ક્યારે આટલા લોકો સાથે લઈને ચાલવુ પડે છે. બસ આ જ સમસ્યા થઈ જાય છે. તમારી આસપાસ સુરક્ષા વધારવા વિશે સલમાન ખાનને પૂછવામા આવત તેમણે જવાબ આપ્યો કે તમે લોકો ખૂબ સારો છો તેથી તે તમારી સાથે પણ સારા છે. હુ નથી ઈચ્છતો કે એ લોકો સાથે સારો વ્યવ્હાર કરવામા આવે જે સારા નથી.
સલમાનના ઘર પર થઈ હતી ફાયરિંગ
એપ્રિલ 2024માં લોરેંસ બિશ્નોઈ ગેંગના બે લોકોએ સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ કરી હતી. ત્યારબાદ સલમાન ખાનના ઘરની બાલકની પર બુલેટપ્રુફ કાચ લગાવી દેવામાં આવ્યો અને ઘરની બહાર સીસીટીવી કેમરા પ લગાવવામાં આવ્યા. બે મહિના પછી નવી મુંબઈ પોલીસે દાવો કર્યો કે જ્યારે અભિનેતા મુંબઈની પાસે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસ પર ગયા હતા ત્યારે તેમની હત્યાના ષડયંત્રની જાણ થઈ.