મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 નવેમ્બર 2024 (13:51 IST)

Shah Rukh Khan ને મારી નાખવાની ધમકી ? Salman Khan પછી કિંગ ખાનનો જીવ પણ જોખમમાં

Shah Rukh Khan Death Threat: શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી મળી છે.   એક ફોન કરીને અભિનેતાને ધમકાવવામાં આવ્યો છે.  અનેક દિવસોથી બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)  ગેંગસ્ટર્સના નિશાના પર છે.  સલમાનના નામ પર એક પછી એક ધમકીઓ આવી રહી છે. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ભાઈજાનને ધમકી આપનાર અને તેના ઘરની બહાર હુમલો કરનારા ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન બ્રેકિંગ ન્યૂઝ એ છે કે સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાન પર પણ મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે.
 
સામે આવી રહેલી માહિતી મુજબ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો છે અને આ દરમિયાન ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, આ ધમકીભર્યો કોલ રાયપુરથી આવ્યો છે અને ફૈઝાન ખાન નામના વ્યક્તિએ અભિનેતાને ધમકી આપી છે. ફૈઝાન ખાન
માઇક પોમ્પિયો
 
આ મામલે SP એ જરૂર કહ્યુ છે કે પોલીસની ટીમ તપાસ માટે રાયપુર પહોચી છે. પણ તેમણે અત્યાર સુધી શાહરૂખને જીવથી મારનારી ધમકીની પુષ્ટિ નથી કરી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને થોડી વાર પછી જ સત્ય શુ છે તે સામે આવી જશે.